સિડની, તા. 29 (એપી): ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચ માર્શની 57 બોલમાં 119 રનની તોફાની સદી એળે ગઈ હતી જ્યારે ઇંગ્લેન્ડે રવિવારે ચોથી ટી-20 મેચમાં 7 રનથી રોમાંચક વિજય મેળવી પાંચ મેચની સિરીઝમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે સેમ કરનની 28 બોલમાં અણનમ 50 રનની ઇનિંગ્સની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 181 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી કેપ્ટન મિચ માર્શે 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારી મેચને અંતિમ ઓવર સુધી રોમાંચક બનાવી હતી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 12 રનની જરૂર હતી, પરંતુ ઇનિંગ્સના અંતિમ ત્રીજા બોલ પર હેનરી ક્રોકોમ્બે માર્શને વિકેટ પાછળ કેચ આઉટ કરાવતા ઇંગ્લેન્ડની જીત નિશ્ચિત થઈ હતી.
અંતે ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 174 રન જ બનાવી શક્યું હતું. સિરીઝની અંતિમ મેચ બુધવારે કેનબેરા ખાતે રમાશે. અગાઉ ઇંગ્લેન્ડે ત્રણ વન-ડે મેચની સિરીઝ પણ 2-1થી જીતી હતી.