કુકરમુંડા તાલુકાનાં મુખ્ય મથક મૌજે કુકરમુંડા ગામમાં મસ્જિદ ચોકમાં રહેતા 40 વર્ષીય યુવકને ફોર વ્હીલર ગાડી આપવાનાં બહાને માથાભારે ઈસમ રૂપિયા 60,000/- ની ઓનલાઇન છેતરપિંડી કરી ગયો હોવાની ફરિયાદ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અંદાજિત છ એક મહિના પહેલા ફેસબુક ઉપરથી શેખ ગની શેખ નાશીર નામનાં વ્યકતિનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ શેખ ગની શેખ નાશીર ફોરવ્હીલ ગાડીઓના જુના સ્પેરપાર્ટ વેચાણનો વેપાર કરતો હોય, ફરિયાદીની પાસે ફોરવ્હીલ વેગેનાર ગાડી હોય, જેથી ગાડીના સ્પેરપાર્ટ માટે પોતના મોબાઇલ નંબર ઉપરથી સાદા કોલ્સ તથા વોટસઅપ કોલ્સથી વાતચીત કરેલ હતી અને આ શેખ ગની શેખ નાશીર નાઓએ મને વાત કરેલ હતી કે તમે જુના સ્પેરપાર્ટ લેવા કરતા મારા પાસે જુની વેગેનાર ફોરવ્હીલ ગાડી છે. જે ગાડી હાલમાં નાસીક શો રૂમમાં જમાં છે. જો તારે ગાડી લેવી હોય તો હું તમને રૂ. 62,000/- માં અપાવી દઇશ, અને ગાડીની કડીશન ઘણી સારી છે તેવી વાત કરેલ હતી અને તે પછી તેઓએ મને વોટસઅપ ઉપર ગાડીના ફોટા મોકલતા મ ને ગાડી સારી લાગેલ હતી.
જેથી મે તેમની સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા તેઓએ મને તેમના મોબાઇલ નંબર ઉપર ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે જણાવેલ હતુ. જેથી ફરિયાદી દ્વારા તારીખ 19/10/2026 ના રોજ પ્રથમ રૂ. 59,000/- ટ્રાન્સફર કર્યા હતા. અને બીજા દિવસે એટલે કે, તારીખ 20/10/2026ના રોજ રૂ. 10, 000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ જે શેખ ગલી શેખ નાસીર દ્વારા બે થી ત્રણ દિવસની અંદર વેગેનાર ગાડી આપવાની વાત કરી હતી. જોકે ગાડી નહી મળતા ફરિયાદીએ ચારેક દિવસ વીતી જવા બાદ ગાડી માટે ફરી ફોન કરવામાં આવતા, તેઓ કહેવા લાગેલ કે, હું નાશીક ખાતે શો - રૂમ ઉપર ગયેલ હતો. પરંતુ જેમના નામે ગાડી છે, તે ગાડીનાં માલીકની NOC કાઢવામાં તકલીફ ઉભી થયેલ છે. જેથી તમે થોડા સમય થોભી જાવ, હું તમને ગાડીનું કલીયર કરી આપીશ, ત્યાર પછી ઘણો સમય પસાર થઇ જવા છતા ફરિયાદીને ગાડી આપી નહિ, અને જ્યારે પણ ફોન કરવામાં આવે, ત્યારે બહાના કાઢીને અવાર નવાર વાયદાઓ કરતો હતો.
જેથી ફરિયાદીએ ફરી ફોન કરી શેખ ગલી શેખ નાસીરને કહેલ કે, મને ગાડી જોઈતી નથી, તમે મને મારા પૈસા પાછા આપી દો, તેમ કીધું હતું. અને ત્યાર બાદ સામેવાળાએ મોબાઇલ રીસીવ કરવાનુ બંધ કરી દીધેલ છે. આ બાબતે અજીજ જાવિદ ઘાંચી દ્વારા શેખ ગની શેખ નાશીર નામની વ્યક્તિએ વેગેનાર ફોરવ્હીલ ગાડી અપાવાના બહાને વિશ્વાસમાં લઈને તેમના પાસેથી રૂપિયા 60, 000/-નું ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરાવીને છેતરપિંડી કરી ગયેલ હોવાની ફરિયાદ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.