સુરત જિલ્લો

નવીપારડી પાસે સુરતના યુવકની કાર મિત્ર આટો મારવા લઈ ગયો, બાદમાં આવ્યો જ નહીં

કામરેજ- નવીપારડી પાસે ચા પીવા માટે ઉભા રહેલા યુવક પાસે અગાઉ ટ્રક પર ડ્રાઈવરની નોકરી કરતો ઈસમ તેના મિત્ર સાથે કારનો આટો મારવો છે તેમ કહીને લઈ ગયા બાદ કાર લઈને ફરી આવ્યો જ નહિ.

સુરત પુણા ગામ નજીક સીલીકોન રેસીડન્સીમાં પાર્થ બાબુભાઈ માંગુકીયા રહે છે. અરેઠ ખાતે મિત્રના ખેતરમાં ગણોત થી ખેતી કરે છે.ગત તા.3-10ના રોજ રાત્રિના ઘરેથી નીકળી કામરેજ તાલુકાના નવીપારડી ગામ નજીક ગોરબાપા હોટલ પર પોતાની ફોકસવેગન એમો કાર નંબર જીજે 01 આરજેઝ 9504 લઈને ચા પીવા માટે ઉભા હતા ત્યારે અગાઉ રેતી કાર્ટીંગનો ધંધો કરતા હતા ત્યારે ડ્રાઈવર તરીકે કામ કરતો નારણ રૂપસિંગ ગરાસીયા (રહે.સબલપુરા,તા.કુશલગઢ,જિ.બાંસવાડા,રાજસ્થાન) ઓળખતો હોવાથી પાસે આવીને કારની ચાવી માંગી હતી.

પરંતુ પાર્થને અરેઠ જવાનુ હોવાથી ચાવી આપવાની ના પાડતાં મિત્ર સાથે ગાડી લઈને થોડેક સુધી આટો મારીને આવુ છુ તેમ કહીને કાર લઈને ગયો હતો. ઘણો સમય થઈ જવા છતાં પણ ન આવતાં ફોન કરતાં નારણે ફોન પણ ન ઉઠાવતાં શંકા ગઈ હતી.થોડીવારમાં ચોર્યાસી ટોલનાકા પરનો ટોલનો મેસેજ આવ્યો હતો. રાત્રિના આશરે 9.45 કલાકે નવીપારડી પાસે કાર જોતા ઉભી રાખવાનો ઈશારો કરવા છતાં કાર ઉભી રાખી ન લઈને જતાં રહ્યા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં નારણ ગરાસીયા અને તેના મિત્ર સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો