સુરત જિલ્લો

ચોર્યાસી ટોલનાકા પાસેથી પતરાની કેબીનમાં છુટક ગાંજો વેચતો એક ઈસમ ઝડપાયો

કામરેજ- એન્ટી નાર્કોટીકસ વિંગની ટીમને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની હદમાં પલ હોટલની બાજુમાં અમદાવાદ-મુંબઈ જતાં નેશનલ હાઈવે નંબર 48ની પાસે પતરાના ગલ્લામાં પ્રભુકુમાર ભિખારી ચૌધરી ગેરકાયદેસર ગાંજાનુ છુટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે શનિવારના રોજ રેડ કરતાં કેબીનમાંથી વનસ્પતિ જન્ય ગાંજો 50 ગ્રામ કિંમત રૂપિયા 2500નો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા પ્રભુકુમારની પુછપરછ કરતાં અશ્વિનકુમાર રેલ્વેના પાટા પાસેથી અજાણ્યા ઈસમ પાસે લાવીને છુટક વેચાણ કરતો હોવાનુ જણાવ્યુ હતું. જે અંગે કામરેજ પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો