સુરત

ફિઝિયોથેરાપીના રાષ્ટ્રીય મંચ પર સુરતની નવી સિવિલના ડો. નિશાંત તેજવાનીની ઉપસ્થિતિ

ચાંગા ખાતે ખાનગી યુનિવર્સિટી દ્વારા યોજાયેલી 17મી ગુજસ્ટેટ કોન્ફિક્સ-2026માં સુરત નવી સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો. નિશાંત તેજવાની પેનલ સભ્ય તરીકે જોડાયા હતા. મસ્ક્યુલોસ્કેલેટલ એટલે કે હાડકાં, સાંધા અને સ્નાયુઓ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં નવીનતા અંગે યોજાયેલી ચર્ચામાં તેમણે ભાગ લીધો હતો.

ગુજરાત ફિઝિયોથેરાપી ટીચર્સ એસોસિએશન (GPTA)ના નેજા હેઠળ 27 અને 28 નવેમ્બરના રોજ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Precision in Prevention to Rehabilitation: Explore, Engage and Excel’ થીમ સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં રાજ્યભરના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, તબીબો અને સંશોધકોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ (NCAHP)નાં ચેરપર્સન ડો. યજ્ઞા ઉમેશ શુક્લા, ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલનાં ચેરપર્સન ડો. નેહલ શાહ, સુરતની સર્વજનિક કોલેજ ઓફ ફિઝિયોથેરાપીનાં ઇન્ચાર્જ આચાર્ય ડો. રાજીવ લીંબાસિયા સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એલાઇડ અને હેલ્થકેર વ્યવસાયિકોની માન્યતા, નોંધણી તથા નિયમન સહિતના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ કોન્ફરન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ડો. નિશાંત તેજવાનીની પેનલ સભ્ય તરીકેની ભાગીદારી સુરતના ફિઝિયોથેરાપી ક્ષેત્ર માટે નોંધપાત્ર રહી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો