તાપી જિલ્લો

ઉત્તર પ્રદેશથી બાઈક પર સુરત આવતાં બે મિત્રોની બાઈક ઉચ્છલના ટોકરવા પાસે સ્લીપ ખાઈ જતાં એકનું મોત

વ્યારા : ઉત્તર પ્રદેશથી બાઈક પર બેસીને સુરત આવવા નીકળેલ બે મિત્રોની બાઈક તાપીમાં ઉચ્છલ તાલુકાનાં ટોકરવા પાસે સ્લીપ ખાઈ જતાં બે મિત્રો પૈકી બાઈક ચાલકનું એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈકસવારને ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ગત તારીખ 24-11-2026 ના રોજ બપોરના 2 વાગ્યાના અરસામાં ઉત્તર પ્રદેશથી મોટરસાયકલ ગાડી રજી.નં ( UP 63 AU 0648 ) પર પોતાના મિત્ર કમલેશ દસરથ હરિદાસ બિંદ ( રહે. ઘર નં. 97 તરકાપુર ગ્રામીણ, રેબના તા. બહુબરીયા જી. મિર્ઝાપુર ( ઉત્તર પ્રદેશ ) સાથે વિનોદ રાજપતિ રામકિશોર મોર્યા ( ઉં.વ 37 ) ધંધો - વાયરમેન હાલ રહે.પ્લોટ નં. 20/30 , 9 વાંજ , ગિન્જા ઈન્ડસ્ટ્રીયલ હોજીવાલા ઉદ્યોગનગર સચીન , સુરત શહેર મૂળ રહે. મ.નં - 57 ખડારી ગામ , તા.મછલીશહર જી. જોનપુર ( ઉત્તર પ્રદેશ ) સુરત આવવા નીકળ્યા હતાં. જે દરમિયાન 27-11-2026 ના રોજ તાપીમાં ઉચ્છલ - નિઝર સ્ટેટ હાઈવે નં.80 પર ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામની સીમમાં બાઈક ચાલકે પોતાનાં કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઉજાગરાને લીધે અચાનક ઝોકું આવી જતાં પોતાની બાઇક રોડની બાજુમાં ઉતારી સ્લીપ ખવડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેસેલ મિત્રને કપાળ અને નાકના ભાગે ઈજા થઇ હતી. સમગ્ર ઘટનાને લઈ ઉચ્છલ પોલીસે ઇજાગ્રસ્ત બાઈક સવારની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો