વડોદરા

તાંદલજામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, રૂ.2.56 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને એ.એન.ટી.એફ. (ANTF) વડોદરા ઝોનની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદલજાની પત્રકાર કોલોનીમાં આવેલી એ/4 આમેના ડુપ્લેક્ષ, મદીના હોટલની ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી તેમજ બે શખ્સ ઝડપાઈ ગયા હતા આરોપીઓના ઘરમાંથી 4.463 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.2.23 લાખની કિંમતનો ગાંજો, રૂ.22 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન અને રૂ.11 હજાર રોકડ મળી રૂ.2.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અધિક પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા અને પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. રાણા અને તેમની ટીમે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાકની મળી હતી કે પત્રકાર કોલોનીમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે જેના આધારે એ એન ટી એફ ની ટીમે તાંદલજાની પત્રકાર કોલોનીમાં આવેલી એ/4 આમેના ડુપ્લેક્ષ, મદીના હોટલની ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી તેમજ આરોપીઓના ઘરમાંથી કશ4.463 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

દરોડા દરમિયાન મોહમ્મદફૈઝલ અલ્તાફહુસૈન શેખ (ઉં.વ.26, રહે. બી/60 ઝમઝમ પાર્ક, ફ્રેઝ સ્કૂલ પાસે, તાંદલજા) અને જુબેર નિઝામભાઈ પટેલ (ઉં.વ.34, રહે. એ/4 આમેના ડુપ્લેક્ષ, તાંદલજા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.2.23 લાખની કિંમતનો ગાંજો, રૂ.22 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન અને રૂ.11 હજાર રોકડ મળી રૂ.2.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે આ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો