સુરત જિલ્લો

શેખપુરમાં અગાઉની અદાવતમાં પાડોશી મહિલાને માતા પુત્રએ વાળ પકડીને લાકડીના સપાટા માર્યા

કામરેજ- શેખપુરમાં ચોમાસાની ઋતુના પાણીની અદાવતમાં થયેલી માથાકુટની અદાવતમાં બે પાડોશીઓ બાખડયા હતા.માતા પુત્રીએ પાડોશમાં રહેતી મહિલાના વાળ પકડીને લાકડીના સપાટા માર્યા હતા.

મુળ બિહારના છપરા જિલ્લાના લહદાપુર ગામના વતની અને હાલ કામરેજ તાલુકાના શેખપુર ગામે હરિદર્શન સોસાયટીમાં વિભાગ બીમાં મકાન નંબર 36માં આંચલકુમારી ધનેશકુમાર પ્રસાદ પરિવાર સાથે રહે છે. બે દિવસ અગાઉ સાંજે 6.30 કલાકે પોતાના ઘરે પુત્રી સાથે મંદિરમાં પૂજા કરતાં હતા. અગાઉ ચોમાસાની ઋતુમાં વરસાદનુ પાણી આંચલકુમારીના ઘરથી પાડોશમાં રહેતા અનુબેન તરફ જતુ રહેતા તે બાબતે માથાકુટ થયેલી હતી જેની અદાવત રાખીને બે દિવસ અગાઉ આંચલકુમારીની બન્ને દિકરીઓ ઘરની બહાર રમી રહી હતી ત્યારે પાડોશમાં અનુબેન મકવાણાનો પુત્ર મનોજએ આંચલકુમારીની મોટી પુત્રી અર્પિતાને જણાવેલ કે તારી માં કયાં છે તેને બોલાવ તેમ કહેતા આંચલકુમારી ઘરની બહાર આવીને જોતા મનોજ કઈંક બોલતો હતો. તેનો પુત્રીને વીડીયો ઉતારવાનુ કહેતા મનોજ પુત્રીને ગાળો બોલવાની ના પાડતાં બોલાચાલી થતાં મનોજની માતા અનુબેન આવીને એકદમ ઉશ્કેરાઈ જઈને આંચલકુમારીના વાળ પકડી રાખયા હતા. મનોજે હાથમાં લાકડી લઈને આવીને કમરના ભાગે સપાટા મારવા લાગ્યો હતો. આ પાડોશમાં રહેતા અન્ય લોકોએ જોતા બન્ને પાડોશીને છુટા પાડયા હતા. આંચલકુમારીએ કામરેજ પોલીસ મથકમાં માતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો