કીમ: નશીલા પદાર્થોના સેવન અને વેચાણ સામે જાગૃતિ લાવવા તેમજ યુવા પેઢીને ડ્રગ્સના દુષણથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા ‘No Drugs Campaign’ અંતર્ગત આજે કીમ પોલીસ દ્વારા શાળા અને કોલેજોની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કીમ પોલીસની ટીમ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદે વેચાણ, સંગ્રહ કે હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. યુવાનો નશાના રવાડે ન ચડે અને શૈક્ષણિક વાતાવરણ સુરક્ષિત રહે તે હેતુથી પોલીસની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નશામુક્ત સમાજના નિર્માણ માટે કીમ પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.