વડોદરા જિલ્લો

કરજણમાં એન.ડી.પી.એસ. ગુનાના આરોપીની સરકારી જમીન પરની દબાણવાળી દુકાનનું ડિમોલિશન

કરજણના નવા બજાર વિસ્તારમાં એન.ડી.પી.એસ. ગુનાના આરોપી કાળુ પઠાણ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્રએ આરોપીની ગેરકાયદેસર દુકાનનું ડિમોલિશન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, કરજણના નવા બજાર વિસ્તારમાં રહેતા કાળુ પઠાણ સામે એન.ડી.પી.એસ. ગુનામાં આરોપી હોવાની માહિતી છે. આરોપીએ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદેસર દુકાન ઊભી કરી હતી અને આ દુકાન ભાડે આપીને ભાડાની આવક મેળવતો હોવાનો આક્ષેપ છે.

આ મામલે પાલિકા તંત્ર દ્વારા પોલીસની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ગ્રામ્ય ડી.વાય.એસ.પી. પી.એન. પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો હાજર રહ્યો હતો.

પોલીસની હાજરીમાં પાલિકા તંત્ર દ્વારા દુકાનનું ડિમોલિશન કરી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી કરજણના નવા બજાર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો