સુરત

સુરત આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખને પણ કથિત તોડકંડ મુદ્દે રજૂઆત : મીડિયા ને નોટિસ મુદ્દે જવાબ ના આપી શક્યા

ડિંડોલી વિસ્તારમાં એક સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ભાજપનાં નેતાઓ વચ્ચે કથિત 19 લાખ રૂપિયાનાં તોડ મુદ્દે વાયરલ થયેલી ચેટને કારણે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા ઉઠવા પામી હતી. સમગ્ર પ્રકરણમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા પ્રારંભમાં મીડિયાકર્મીઓને નોટિસ પાઠવવાની ચીમકી ઉચ્ચારવામાં આવ્યા બાદ તોડકાંડ અંગે ચર્ચા કરનાર ભાજપ કિસાન મોરચાનાં સભ્ય મનીષ નાયકને નોટિસ ફટકારીને સમગ્ર પ્રકરણમાં સાત દિવસમાં સ્પષ્ટતા કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.

જોકે, બીજી તરફ જે ચેટ વાયરલ થઈ હતી તેમાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલને કોઈપણ પ્રકારની નોટિસ કે ખુલાસો ન પુછવામાં આવતાં પાર્ટીમાં જ આંતરિક રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. અલબત્ત, આજરોજ ઉધના ખાતે સેવાદૂત અભિયાન હેઠળ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસ કરવાની વાત કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં કથિત તોડકાંડ મુદ્દે નવા ખુલાસાઓ સપાટી પર આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસો પૂર્વે જ ડિંડોલી ખાતે એક સોસાયટીમાં દુકાનોનાં શટર મુદ્દે ભાજપનાં કેટલાક નેતાઓમાં 19 લાખ રૂપિયાની ભાગબટાઈ થઈ હોવાનાં આક્ષેપો સાથે વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચાની ચેટ વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અલબત્ત, આ સમગ્ર ઘટ

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો