વડોદરા

કલાલીમાં રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા રહીશોમાં ફફડાટ

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા વિન્સેન્ઝા ક્લાઉડ 9 એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પરિસરમાં મોડી રાત્રે એક મગર ઘૂસી આવતા રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સમાં ફફડાટ ફેલાયો હતો.

બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા અનુસાર, પરિસરની એક લાઇનમાં મગર જોવા મળતા જ તાત્કાલિક જીવદયા સંસ્થા જીએસપીસીએ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ સંસ્થાના રેસ્ક્યુઅર પ્રિગ્નેશ ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચીને જોતા અંદાજે અઢીથી ત્રણ ફૂટ લંબાઈ ધરાવતો મગર જાળી પાસે જોવા મળ્યો હતો. પ્રિગ્નેશ ભાઈએ સિક્યુરિટી ગાર્ડ્સની મદદથી ભારે જહેમત બાદ મગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને મગરને સહીસલામત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ જીએસપીસીએ સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે આસપાસના વિસ્તારમાં કોઈ પણ વન્ય પ્રાણી જોવા મળે તો જાતે જોખમ ઉઠાવવાને બદલે તાત્કાલિક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો