સુરત જિલ્લો

ઉમરપાડાના વાડી ગ્રામ પંચાયતમાં વોર્ડ-૧૦ ની બેઠક ફાળવણી સામે વિરોધ

​વાંકલ : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની વાડી ગ્રામ પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે જાહેર થયેલી વોર્ડ અને બેઠકોની ફાળવણી સામે રેટા ગામના યુવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે.આ મામલે સ્થાનિક આગેવાન દ્વારા મામલતદાર અને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરીને વોર્ડ-૧૦ની બેઠકની ફાળવણી પર પુનઃ વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે.

​પ્રાપ્ત વિગતો મુજબ, વાડી ગ્રામ પંચાયતના વોર્ડ-૧૦ (રેટા ફળિયા વાડી વિસ્તાર) ની બેઠક આગામી ચૂંટણી માટે 'અનુસૂચિત જાતિ સામાન્ય' તરીકે ફાળવવામાં આવી છે. આ ફાળવણી સામે રેટા ગામના યુવાનોએ નારાજગી વ્યક્ત કરી છે.​આ બાબતે વાડીના રહેવાસી હરીશભાઈ બળદેવ વસાવાએ તા. ૨૭-૧૧-૨૦૨૬ ના રોજ મામલતદારકચેરી,ઉમરપાડા ખાતે ચૂંટણી અધિકારીને અરજી સુપરત કરી છે.અરજીમાં જણાવ્યા મુજબ રેટા વોર્ડના યુવાનો અને આગેવાનોએ કરેલી રજૂઆતને ધ્યાને લઈ વોર્ડ-૧૦ ની બેઠક ફાળવણી અંગે તંત્ર દ્વારા પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો