વ્યાપાર

सोના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તેજી, જાણੋ નવા ભાવ

સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના આંકડા અનુસાર, આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 2,675 વધીને રૂ. 1.25 લાખને પાર પહોંચી ગયો છે. ગુરુવારે સોનાનો ભાવ રૂ. 1.23 લાખ હતો. બીજી તરફ, એક કિલો ચાંદીનો ભાવ પણ શુક્રવારે રૂ. 5,928 વધીને રૂ. 1.53 લાખે પહોંચ્યો છે. ગુરુવારે ચાંદીનો ભાવ રૂ. 1.47 લાખ હતો. આમ, માત્ર બે દિવસમાં સોનું રૂ. 4,278 અને ચાંદી રૂ. 10,330 મોંઘું થયું છે.

સોના-ચાંદીના ભાવ વધવાનાં મુખ્ય કારણો
પહેલું કારણ, નીચા ભાવે ખરીદીમાં વધારો: 25 નવેમ્બરે સોનાનો ભાવ ઘટીને રૂ. 1.21 લાખ અને ચાંદીનો ભાવ રૂ. 1.43 લાખ થયો હતો. ત્યારબાદ નીચા ભાવે ખરીદી કરવાની તકનો લાભ લેવા રોકાણકારો બજારમાં સક્રિય થયા છે. બીજું, દેશમાં લગ્નની મોસમ ચાલી રહી છે. તેના કારણે સોનાનાં ઘરેણાં અને ચાંદીની વસ્તુઓની માંગમાં વધારો થયો છે. જ્વેલરીની ખરીદી વધવાથી પણ ભાવને ટેકો મળી રહ્યો છે અને ત્રીજું  કારણ, અમેરિકન ડોલરની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં બદલાતા સંકેતોને કારણે વિદેશી બજારોમાં પણ સોના-ચાંદીના ભાવને ટેકો મળ્યો છે. તેની અસર ભારતીય બજારમાં જોવા મળી રહી છે.

સોના-ચાંદીના ભાવમાં શહેર પ્રમાણે તફાવત કેમ હોય છે?
દેશના અલગ-અલગ શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળે છે. તેની પાછળ કેટલાંક મુખ્ય કારણો જવાબદાર છે. એક શહેરમાંથી બીજા શહેરમાં સોનું પહોંચાડવા માટે પરિવહન અને સુરક્ષાનો ખર્ચ થાય છે. અંતર વધે તેમ આ ખર્ચ પણ વધી શકે છે. દક્ષિણ ભારતમાં દેશની કુલ સોનાની માંગનો આશરે 40 ટકા હિસ્સો હોવાનું જણાવાય છે. અહીં જ્વેલર્સ મોટા પ્રમાણમાં ખરીદી કરે છે, જોકે તેના કારણે ગ્રાહકોને મળતી છૂટ મર્યાદિત રહી શકે છે તેમજ રાજ્ય અને શહેરનાં જ્વેલર્સ એસોસિયેશન સ્થાનિક માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરે છે. જ્વેલર્સે અગાઉ કયા ભાવે સોનું ખરીદ્યું છે, તેના આધારે ગ્રાહકોને વેચાણનો ભાવ નક્કી કરવામાં આવે છે.

શું સોના-ચાંદીના ભાવમાં તેજી ચાલુ રહેશે?
અમેરિકામાં મોંઘવારીના મજબૂત આંકડા સામે આવ્યા બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવામાં આવે તેવી આશંકા વધી છે. વ્યાજદર વધે તો વ્યાજ ન આપતી સંપત્તિ ગણાતા સોનાની માંગ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં હાલની તેજી છતાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહેવાની શક્યતા છે.

આ વર્ષે સોનું રૂ. 50,805 અને ચાંદી રૂ. 2.27 લાખ સસ્તું
આખા વર્ષની વાત કરીએ તો સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યાં છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1.33 લાખ હતો. ત્યારબાદ 29 જાન્યુઆરીએ તે વધીને રૂ. 1.76 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં સોનાનો ભાવ આશરે રૂ. 50,805 એટલે કે લગભગ 29 ટકા ઘટ્યો છે.

ચાંદીની વાત કરીએ તો 31 ડિસેમ્બર, 2025ના રોજ એક કિલો ચાંદીનો ભાવ રૂ. 2.30 લાખ હતો. 29 જાન્યુઆરીએ તે વધીને રૂ. 3.80 લાખની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીનો ભાવ આશરે રૂ. 2.27 લાખ એટલે કે લગભગ 60 ટકા ઘટ્યો છે.

 

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો