ઈમરાન હાશ્મી ફરી એકવાર મોટા પડદા પર નવા અંદાજમાં જોવા મળવાના છે. તેમની ફિલ્મ ‘ગનમાસ્ટર જી9’ એક્શન, ડ્રામા, ઈમોશન, કોમેડી અને દમદાર સંવાદોથી ભરપૂર છે. ફિલ્મમાં હિન્દી સિનેમાનો જૂનો મનોરંજક અંદાજ જોવા મળે છે, જેમાં હીરોની સ્ટાઇલ, જોરદાર એક્શન અને મનોરંજનનું મિશ્રણ દર્શકોને જકડી રાખે છે.
ફિલ્મમાં ઈમરાન હાશ્મી ઈશ્વર નામના પાત્રમાં જોવા મળશે. તેમનો સ્વેગ, સ્ક્રીન પરની હાજરી અને સંવાદ બોલવાની શૈલી અગાઉની ફિલ્મો કરતાં અલગ છે. તેઓ પોતાના પાત્રમાં સારી રીતે ઢળી ગયા છે. ફિલ્મમાં તેમની ધમાકેદાર એન્ટ્રી અને વિલન સાથેની ટક્કર ખાસ આકર્ષણ બની શકે છે.
ફિલ્મનું નિર્દેશન આદિત્ય દત્તે કર્યું છે. તેમણે એક્શન અને કોમેડીની સાથે ભાવનાત્મક દૃશ્યોને પણ વાર્તામાં સ્થાન આપ્યું છે. ફિલ્મમાં અલગ-અલગ વળાંકો અને ટકરાવને કારણે ડ્રામા આગળ વધે છે. કેટલાક દૃશ્યો દર્શકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. એક્શન દૃશ્યો અને પાત્રો વચ્ચેના સંવાદો ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે.
ફિલ્મમાં અપારશક્તિ ખુરાના પોતાના સામાન્ય શાંત અંદાજથી અલગ ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર માટે તેમણે ખાસ મહેનત કરી છે. તેમના ચહેરાના હાવભાવ, બોલવાની રીત અને પડદા પરની હાજરી પાત્રને વધુ પ્રભાવશાળી બનાવે છે. અભિષેક સિંહે પણ રાણાના પાત્રમાં સારો અભિનય કર્યો છે. ઈમરાન હાશ્મી અને અપારશક્તિ ખુરાના વચ્ચેની ટક્કર ફિલ્મનું મહત્વનું પાસું છે. બંને વચ્ચેના સંવાદો અને ફિલ્મનો ક્લાઇમેક્સ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે.
ફિલ્મમાં જેનેલિયા દેશમુખ પણ એવા નવા લૂકમાં જોવા મળશે, જે દર્શકો માટે આશ્ચર્યજનક બની શકે છે. તેમનો આ અવતાર અગાઉના દેખાવ કરતાં અલગ છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા પ્રત્યે ઉત્સુકતા જગાવે છે.
ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે. ‘અફસાના’, ‘દર્દે દિલ’ અને ‘દો દિન કી જિંદગી’ ફિલ્મનાં ખાસ ગીતો છે. એક્શન દૃશ્યો, દમદાર સંવાદો અને પાત્રો વચ્ચેના ટકરાવ સાથે ફિલ્મમાં મનોરંજનનાં વિવિધ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે.
ઈમરાન હાશ્મી, નિર્દેશક આદિત્ય દત્ત અને નિર્માતા દીપક મુકુટનું એકસાથે કામ કરવું ફિલ્મની ખાસિયત છે. એક્શન અને ડ્રામા પસંદ કરતા દર્શકો માટે ‘ગનમાસ્ટર જી9’ મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. અપારશક્તિ ખુરાનાનો વિલન અવતાર અને જેનેલિયા દેશમુખનો નવો લૂક ફિલ્મનાં ખાસ આકર્ષણ બની શકે છે.