મારું શહેર

MS University Commerce Faculty TY Exam Without Hall Ticket

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટીવાય બીકોમની એન્ડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જોકે, પરીક્ષાના પ્રથમ દિવસે જ મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી. સર્વરમાં ખામીના કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ મોડી રાત સુધી જનરેટ થઈ નહીં, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉહાપોહ મચી ગયો હતો.

પરીક્ષાના આગલા દિવસે પણ હોલ ટિકિટ જનરેટ નહીં થતાં વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીન અને અધ્યાપકોને રજૂઆત કરતા તેમણે યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. તેમ છતાં છેલ્લી ઘડી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. આખરે છેલ્લી ઘડીએ હોલ ટિકિટના બદલે પરીક્ષા નંબરના આધારે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોમર્સ વિભાગના પ્રોફેસરોએ છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી, જેના કારણે હોલ ટિકિટના અભાવે કોઈ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહ્યો નહીં. આજે ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મેનેજમેન્ટની બેદરકારીથી વિદ્યાર્થીઓને આગલા દિવસ અને પરીક્ષાના દિવસ સુધી હાલાકી ભોગવવી પડી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો