વડોદરા: વડોદરા જિલ્લાના જરોદ પોલીસ મથકની હદમાં ગુજરાત એટીએસ (ATS) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જરોદ બસ સ્ટેશન નજીક એટીએસની ટીમે એક શખ્સને અટકાયતમાં લીધો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
મળતી વિગતો અનુસાર, એટીએસ દ્વારા રનિંગ કારમાંથી હથિયારો ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન AK-47 રાયફલ મળી આવી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત આશરે 23 જેટલી કારતૂસ પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અટકાયતમાં લેવામાં આવેલો શખ્સ આસામનો રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. એટીએસ દ્વારા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તેમજ આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાની શક્યતા છે.
નોંધ:તસવીર પ્રતિકાત્મક છે