સ્પોર્ટ્સ

નરેન્દ્ર ગાંધીની જન્મતિથિ નિમિત્તે સુરતમાં ૩૬મી રાષ્ટ્રીય સ્ટ્રેન્થલિફ્ટિંગ અને બેન્ચપ્રેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

સ્વ.નરેન્દ્ર ગાંધીની જન્મતિથિ નિમિત્તે સુરતમાં ૩૬મી રાષ્ટ્રીય સ્ટ્રેન્થલિફ્ટિંગ અને બેન્ચપ્રેસ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ તથા તેમના પુત્ર મહેક નરેન્દ્રકુમાર ગાંધીના ઉપક્રમે તા. ૨૬થી ૨૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન લાલ દરવાજા સ્થિત શ્રી સુરતી મોઢવણિક વાડી ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ રહી છે. આજે સવારે ૧૦ કલાકે ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી આશરે 550થી 600 જેટલા ચુનંદા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્ટ્રેન્થલિફ્ટિંગ અને બેન્ચપ્રેસ જેવી શક્તિપ્રધાન રમતોમાં ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા, તાકાત અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.

આયોજનમાં રમતગમતની સાથે સામાજિક સેવાને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ દરમિયાન મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આમ, વ. નરેન્દ્ર ગાંધીની જન્મતિથિને રમતગમત અને માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરના આ આયોજનથી સુરતને રમતગમતના ક્ષેત્રે વિશેષ ઓળખ મળવાની સાથે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પણ મળશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો