મારું શહેર

વિદ્યાદીપ યુનિવર્સિટીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી

ભારતીય બંધારણના ઘડતરની યાદમાં વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે વિદ્યાદીપ લો કોલેજ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ‘મારું સંવિધાન, મારું ગૌરવ’ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બંધારણના મહત્વ, નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત એડવોકેટ પ્રીતિ જોશીએ ભારતીય બંધારણની વિશેષતાઓ અને લોકશાહી વ્યવસ્થામાં તેના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બંધારણીય અધિકારો સાથે નાગરિક ફરજોનું પણ પાલન કરવા પ્રેરિત કર્યા હતા. પ્રોવોસ્ટ ડૉ. વિપુલ શાસ્ત્રીએ બંધારણની રચના અને તેના લોકશાહી મૂલ્યો અંગે વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ બંધારણ આધારિત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત બંધારણના પુસ્તકને પુષ્પાંજલિ અર્પણ કરી આમુખનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. ‘સેલ્ફી વિથ કોન્સ્ટિટ્યૂશન’ કાર્યક્રમ પણ યોજાયો હતો. સમગ્ર આયોજન ડીન અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. અનિશા સહુવાલાના સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો