ભારત

ફરજીદસ્તાવેજોના આધારે ભારતમાં રહેતા હોવાની આશંકા, અલીગઢમાં 11 શંકાસ્પદો સામે કાર્યવાહી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે રીતે રહેતા હોવાની આશંકા વચ્ચે પોલીસે 11 શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો માંસના વેપાર અને તેની સાથે જોડાયેલી ફેક્ટરીઓમાં મજૂરી કરવાના બહાને લાંબા સમયથી અલીગઢમાં રહેતા હતા. આ દરમિયાન તેમણે કથિત રીતે ફર્જી દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખ ઊભી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલી અમીના બેગમે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે વર્ષ 1992માં પરિવાર સાથે પાસપોર્ટ અને વિઝા વિના ભારતમાં આવી હતી. તેની પાસેથી તેની પુત્રી સિતારા સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે.

ફર્જી દસ્તાવેજોથી ભારતીય ઓળખ બનાવ્યાની આશંકા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શંકાસ્પદ લોકોએ અલગ-અલગ નામ અને સરનામાનો ઉપયોગ કરીને આધારકાર્ડ, પાનકાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજો બનાવ્યા હોવાની આશંકા છે. પોલીસ આ દસ્તાવેજોની ખરાઈ કરી રહી છે અને ભારતમાં તેમના પ્રવેશ તથા અહીં રહેવા અંગેની વિગતો એકત્રિત કરી રહી છે.

આ મામલે પોલીસને પારિવારિક વિવાદ સાથે જોડાયેલી માહિતી પણ મળી છે. આશરે આઠ મહિના પહેલાં પત્ની સાથે મારપીટ થયા બાદ એક વ્યક્તિ ઘર છોડીને જતો રહ્યો હોવાનો મામલો પણ તપાસમાં સામે આવ્યો છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો