સમગ્ર ગુજરાતની સાથે કાલોલ પંથકમાં પણ ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજરોજ ૨૬ નવેમ્બરે બીજા શૈક્ષણિક સત્રનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ અને નવા જોશ સાથે અભ્યાસ માટે પહોંચ્યા હતા.વેકેશન પૂર્ણ થયા બાદ પ્રથમ દિવસે કાલોલની એમ.જી.એસ. હાઈસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઈસ્કુલ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓનું આગમન થયું હતું. આ ઉપરાંત કાલોલની ઉર્દૂ શાળા તેમજ કુમારશાળા ખાતે પણ આવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓએ ફરી એકવાર વર્ગખંડમાં બેસીને નિયમિત શૈક્ષણિક કાર્યમાં ભાગ લીધો હતો. વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓની કિલકારીઓ અને ચહલપહલથી શાળાઓનું કેમ્પસ ફરી એકવાર ગુંજી ઉઠ્યું હતું.