રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ગાંઠના ઓપરેશન દરમિયાન દિલીપ બારોટ નામના દર્દીની છાતીમાં તાર અંદર જ રહી ગયો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. દર્દીના જણાવ્યા મુજબ, છાતી પર ચેકો મૂક્યા બાદ તાર બહાર કાઢવામાં આવ્યો નહોતો અને ઘા પર ટાંકા પણ લેવામાં આવ્યા નહોતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન માટે આવેલા દિલીપ બારોટે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઓપરેશન દરમિયાન છાતી પર ચીરો મૂક્યા બાદ અંદર રહેલો તાર બહાર કાઢવામાં આવ્યો નહોતો અને ઘા પર ટાંકા પણ લેવામાં આવ્યા ન હતા. તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છાતીમાં દુખાવો થતાં મામલો સામે આવ્યો અને હોસ્પિટલની સારવાર પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે.
હાલ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ છે. ત્યારે ઓપરેશન દરમિયાન છાતીમાં તાર કેવી રીતે રહી ગયો, જરૂરી તપાસ અને સારવાર કેમ ન થઈ તથા જવાબદાર તબીબો અને સ્ટાફની ભૂમિકા શું હતી તેવા સવાલો ઊભા થયા છે. હવે હોસ્પિટલ પ્રશાસન આ મામલે તપાસ કરશે કે કેમ તેના પર સૌની નજર છે.
આપણે ત્યાં છાસવારે સરકારી હોસ્પિટલ્સna સટાફ મેમ્બર્સ અને ઘણી વાર ખુદ ડોક્ટર્સની બેદરકારીના કિસ્સા સામે aઆવતા રહે છે. સરકારી સિવિલ હોસ્પિટલ્સ માં સારવાર લેવા માટે જનારો મોટા ભાગનો વર્ગ ગરીબ લોકોનો હોય છે, જેમને ખાનગી હોસ્પિટલ્સ કે દવાખાના ની સારવાર પોસાય એમ હોતી નથી. આવા lલાચા દર્દીઓની સલામતી સાથે થયેલી આ બેદરકારીના આરોપો અંગે જવાબદાર કોણ? હવે હોસ્પિટલ પ્રશાસન શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.