મારું શહેર

અલથાણની રાજકુમાર લોન્ડ્રી મધરાત્રે આગ : કારીગર દાજી ગયો

સુરતના અલથાણ ગાર્ડન પાસે 'રાજકુમારી લોન્ડ્રી'માં મધરાતે ભીષણ આગ: કપડાં બળીને ખાખ, કારીગર હાથ અને ચહેરાના ભાગે દાઝ્ય
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અલથાણ ગાર્ડનની બાજુમાં આવેલી ‘રાજકુમારી લોન્ડ્રી’ નામની દુકાનમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દુકાન નંબર-૦૪માં દીપકભાઈ મૌર્યની માલિકીની આ લોન્ડ્રીમાં આગ લાગતાં આગળના ભાગમાં મુકેલા કપડાં બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે દુકાનમાં કામ કરતા ૫૦ વર્ષીય કારીગર ભોલારામ રજીભાઈ (ભોલાભાઈ) હાથ અને ચહેરાના ભાગે દાઝી ગયા હતા.

ફાયર વિભાગે પોણા કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી

ઘટનાની મળતી વિગતો અનુસાર, મધરાતે દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાં કપડાંનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આશરે પોણા કલાક (૪૫ મિનિટ)ની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ આસપાસની અન્ય દુકાનોમાં પ્રસરતી અટકી હતી.

કારીગર દાઝતા સારવાર અર્થે ખસેડાયા

આગની આ દુર્ઘટનામાં દુકાનમાં હાજર ૫૦ વર્ષીય કારીગર ભોલાભાઈ આગની ઝપેટમાં આવી જતાં હાથ અને ચહેરાના ભાગે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો