ભારતીય લોકશાહીના આધારસ્તંભ સમાન બંધારણના સ્વીકાર દિવસ નિમિત્તે સુરતમાં વિશેષ ઉજવણી કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી, ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલની કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે સિનિયર એડવોકેટ મનિષભાઈ એમ. દેસાઈનું વિશેષ વક્તવ્ય યોજાશે. આ કાર્યક્રમ ડુમસ રોડ પર મગદલ્લા સર્કલ નજીક આવેલી લે મેરીડિયન હોટેલ ખાતે રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અધિવક્તા પરિષદ ગુજરાતના સુરત એકમ દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનાના જાહેર વાંચનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બપોરે 2:45 વાગ્યે જિલ્લા ન્યાયાલયના 10મા માળે આવેલા કોન્ફરન્સ હોલમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર. એ. ત્રિવેદી ઉપસ્થિત રહેશે.