મારું શહેર

કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટને સુરત મહાનગરપાલિકાના નિવૃત ડેપ્યુટી કમિશનર ભરતભાઈ શાહ તરફથી રૂ. 51 હજારનું દાન

સુરત: સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ આપવાની ભાવના સાથે સુરત મહાનગરપાલિકાના નિવૃત ડેપ્યુટી કમિશનર ભરતભાઈ શાહ દ્વારા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટને રૂ. 51 હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. સ્મશાન ભૂમિની સેવાકીય અને વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવેલા આ દાન બદલ ટ્રસ્ટ દ્વારા ભરતભાઈ શાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમાજના વિવિધ સેવાકીય કાર્યોમાં દાન અને સહયોગનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓને મળતું આર્થિક યોગદાન તેમની કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ બને છે. ભરતભાઈ શાહના આ યોગદાનને ટ્રસ્ટ દ્વારા સેવાભાવનાનું ઉદાહરણ ગણાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો