મારું શહેર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈ જાહેરનામું

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલુ છે. જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા જેટકો પાસેથી 66 કે.વી. પાવરની ઇલેક્ટ્રીક લાઇન માંગેલ હોય જે કેબલ લાઇન પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ સુધીના રોડમાં એચ.ડી.ડી. મશીન દ્વારા અંડર ગ્રાઉન્ડ નાખવાની કામગીરી કરવાની હોય આ કામગીરી દરમિયાન જાહેર નાગરિકોની સલામતીના ભાગરૂપે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ સુધીનો અટલ બ્રિજનો સર્વિસ રોડ તા.25 નવેમ્બરથી થી તા.1 ડિસેમ્બર દિન-7 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવો પડે તેમ છે. જેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા જરૂરી ડાયવર્ઝન આપવા જણાવેલ છે. આ કામગીરી દરમિયાન શહેરી જનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા.25 થી તા.1 ડિસેમ્બર દિન-૦૭ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

-જાહેરનામાની વિગત :-

પ્રતિબંધિત રસ્તો : પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ સુધીના અટલ બ્રિજના સર્વિસ રોડ પર જઈ શકાશે નહીં.

વૈકલ્પિક વ્યવસ્થા :

(૧) પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ ઉપર થઈ જે તે તરફ જઈ શકાશે.

(૨) પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ જતા તમામ વાહનો માટે સર્વિસ રોડના બાજુનો રોડનો ઉપયોગ કરી જે તે તરફ જઈ શકાશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો