ગાડીમાં એવું તો શું થયું કે રશિયન યુટ્યુબરે નવીનકોર મર્સિડીઝ સળગાવી દીધી

રશિયન યુટ્યુબરે તેની મર્સિડીઝને બાળીને લાખો દર્શકોને ચોંકાવી દીધા છે. સમાચારો અનુસાર, રશિયન બ્લોગર મિખાઇલ લિટ્વિન લાંબા સમયથી તેની કારથી નારાજ હતો. તે તેની લક્ઝરી કારને ખાલી મેદાનમાં લઈ ગયો અને આગ લગાવી. તેણે મર્સિડીઝ-એએમજી જીટી 63 એસને ઓફિશિયલ ડીલરશીપ પાસેથી 2.4 કરોડમાં ખરીદી હતી. આ વીડિયો યુટ્યુબ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ખરીદી કર્યા પછી કારમાં થોડા દિવસો પછી સમસ્યા આવવા લાગી. યુટ્યુબરે તેને મર્સિડીઝ ડીલરને પાંચ વાર પાછી મોકલી પણ દરેક વખતે રિપેર કરવામાં મદદ મળી નહીં. કારને રિપેર કરવામાં 40 દિવસનો સમય લાગ્યો. સ્થાનિક વેબસાઇટ વીસી.આર.યુ. ના અહેવાલ મુજબ, જર્મનીથી નવી ટર્બાઇન મંગાવવામાં આવી હતી.

બદલાયા પછી પણ તે પરેશાન હતો.
તકલીફ પડતાં તેણે ડીલરશીપ પર ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. મિખાઇલ લિટ્વિન – જેને મીશા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિરોધના રૂપમાં તેઓએ કારને સળગાવવાનો નિર્ણય કર્યો. ચાર દિવસ પહેલા તેની યુ ટ્યુબ ચેનલ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખાલી મેદાનની વચ્ચે મર્સિડીઝને આગ લગાવે છે

Related Posts