ટ્રાવેલીંગ કરતી વખતે તમારું પોતાનું કેબલ ચાર્જર તથા પાવર બેન્‍ક સાથે રાખવું, જાણો શા માટે?

20મી સદીના અંત ભાગમાં અને 21મી સદીની શરૂઆતમાં જમાનો અનેક દિશામાં નવી નવી શોધો, થયેલ શોધોમાં થતાં અનેક નવા સુધારા, નવા નવા વર્ઝનએ ફુંકાઇ રહેલ પરિવર્તનની ઝડપ અનેકગણી વધારી દીધી છે. આમાં, ટીવી(TV)ની 40-50 વર્ષ પછી થયેલ શોધે મનોરંજન, માહિતી, ફિલ્‍મોની દુનિયાની દિશા જ બદલી નાંખી છે. કોઇએ કલ્‍પના ન કરી હોય તેવા હોમ થિયેટરો ઉભા થઇ રહયા છે, બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ટીવીમાંથી કલર ટીવીનો જમાનો આવી ગયા પછી ખૂબ જ મોટા ટીવીનો જમાનો આવ્‍યો અને હવે સ્‍માર્ટ ટીવી(Smart TV) આવી ગયા છે. આ જબરજસ્‍ત પરિવર્તન ગણતરીના વર્ષોમાં જ થઇ ગયું. હવે એવી શોધો થઇ રહી છે કે ટીવીનો જાદૂ ઓસરી રહયો છે હવે આવતા થોડાક વર્ષોમાં ઘરમાંથી ટીવી અદ્રશ્‍ય થઇ જાય તો નવાઇ નહિં લાગે. આપણે અહિં જે વાત કરવાની છે તે સ્‍માર્ટ ફોન(Smart Phone)ના અઢળક ફાયદાો-સસ્‍તી કિંમતોને કારણે થાય છે, તેટલી જ નહિં, પરંતુ તેના કારણે જે ભયંકર જોખમો પણ ઉભા થાય છે તે તરફ ધ્‍યાન આપવાની વાત કરીશું. થોડાક સમય અગાઉ દેશની ટોચની બેન્‍ક સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ(SBI) ટવીટર ઉપર ચેતવણી આપી હતી કે, જાહેર જગ્‍યાએ આવેલ ચાર્જીગ સ્‍ટેશનોમાં તમારા ફોન કનેકટ કરતાં પહેલાં બે-ચાર વાર વિચારજો. કારણ કે કોઇક મોલવેર-જોખમી વાયરસને ફોનમાં ઘુસવાની તક મળી જાય અને ઇન્‍ફેક્‍ટ તમારા ફોનને કરી દે. જેના દ્વારા હેકર્સ તમારા ફોનમાં સાચવેલી અગત્‍યની માહિતી જેવી કે પાસવર્ડ વગેરે ચોરી લે અને બીજી માહિતી લાગતા વળગતાંને પહોંચાડી દે.

ટ્રાવેલીંગ કરતી વખતે તમારું પોતાનું કેબલ ચાર્જર તથા પાવર બેન્‍ક સાથે રાખવું, જાણો શા માટે?

થોડાક સમય અગાઉ જ અમેરિકામાં વિડીયો ચેતવણી અપાઇ હતી કે, આ મફતમાં ચાર્જ કરવાનું ચાર્જીગ સ્‍ટેશન તમોને ખુબ જ મોંઘું પડી શકે છે, જેમાં તમારૂં બેન્‍ક બેલેન્‍સ ખતમ થઇ જાય કે ઉપડી શકે છે. આમ, નવી ટેકનોલોજી-સ્‍માર્ટ ફોન દ્વારા મળતી ઓનલાઇન સુવિધાઓ, ઓનલાનિ પેમેન્‍ટ વગેરે સારી વસ્‍તુઓ છે પરંતુ આજ ક્ષેત્રે સાયબર ગુનાઓ એટલા ઝડપથી વધી રહયા છે કે ના પુછો. જેમ કોઇ કુટુંબમાં મોટો વિખવાદ, ઝઘડા થાય કે અકસ્‍માતમાં જાન જાય ત્‍યારે જે અતિ દુઃખદ વાતાવરણ ઉભું થાય છે તેનાથી પણ વધુ ભયંકર દુઃસ્‍વપ્ન જેવું વાતાવરણ તમારો પાસવર્ડ ચોરાઇ જાય અને તમારૂં એકાઉન્‍ટ હેક થઇ જાય, બીજી અનેક જરૂરી માહિતી ચોરાઇ જાય અને બેન્‍ક બેલેન્‍સ બધું જ આંખના પલકારામાં જતું રહે કે ઉપડી જાય.
એરપોર્ટ, રેલવે સ્‍ટેશનો જેવી જાહેર જગ્‍યાએ આવેલ ચાર્જીગ સ્‍ટેશનોનો ઉપયોગ સ્‍માર્ટફોન વાપરનારા કરવા માંડયા છે, ત્‍યારથી આવા સયાબર ગુનાઓ ઝડપથી વધી રહયા છે. આવા યુએસબી પોર્ટસ ડેટા ટ્રાન્‍સફર કરી શકતા હોવાથી આવા અસલામત પોર્ટમાં કનેકટેડ ફોનમાંથીખુબ જ સહેલાઇથી બીજા લોકો ડેટા ખેંચી શકે છે. જેમ તમો તમારા ફોનને કોમ્‍પ્‍યુટર સાથએ કનેકટ કરીને ડેટા ટ્રાન્‍સફર કરી શકો છો, તેજ રીતે હેકર્સ આવા અસલામત સાર્જીગ પોર્ટસમાંથી તમારી બધી જ ગુપ્‍ત માહિતી પણ મેળવી શકે છે.

ટ્રાવેલીંગ કરતી વખતે તમારું પોતાનું કેબલ ચાર્જર તથા પાવર બેન્‍ક સાથે રાખવું, જાણો શા માટે?

આવા અસલામત ચાર્જીગ પોર્ટમાંથી મેળવાની માહિતીને જયુઇસ જેકિંગના નામથી ઓળખવામાં આવે છે. આ જયુસ જેકિંગ જુદીજુદી રીતે થતું હોય છે. માહિતી મેળવવા હેકર્સ યુએસબી કેબલને ઇન્‍ફેકટ કરે છે, જો તેઓ કિયોસ્‍ક સુધી જઇ શકતા હોય તો બીજી ડિવાઇસીસ પણ હેક કરી નાંખે છે. એકવાર કેબલ કનેક્‍ટ થઇ જાય પછી હેકર્સ જેમ તમો કોમ્‍પ્‍યુટરમાં માહિતી ટ્રાન્‍સફર કરો છો તેવી જ રીેતે તમારા ડિવાઇસમાંથી માહિતી મેળવી શકે છે અનેઆ રીતે તેઓ તમારા કોન્‍ટેક્‍ટસ, ફોટો, વિડીયો અને ફોનમાં સંગ્રહ કરેલ અન્‍ય બધી જ માહિતી મેળવે છે. ઘણા લોકો તેઓના પાસવર્ડ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સની માહિતીન પણ ફોનમાં સંગ્રહ કરતા હોય છે. આ બધી જ માહિતી ફોટા સ્‍વરૂપે હોવાથી તે માહિતી હેકર્સ સહેલાઇથી મેળવી શકે છે. હેકર્સ એવો માલવેર-વાયરસ દાખલ કરી શકે છે કે તે ફોનની ડિવાઇસ જોડે જ કનેકટ થઇ જાય અને બધી જ માહિતી સતત મેળવતો રહે. તેઓ તમારી માહિતી વાંચીને બીજાને પહોંચાડેઅને તમારા ગેજેટને લોકાપર્ણ મારી શકે જેથી તેનો ઉપયોગ થતો અટકી જાય. સીકયુરીટી કંપનીઓ એવો ડેપો પણ આથી રહયા છે કે યુએસબી કેબલ દ્વારા તમારા ફોનનની સ્‍ક્રીન કેવી રીતે હેક થાય છે. એટલે કે ફોન વાપરનાર સ્‍ક્રીન ઉપર જે કંઇ હિલચાલ કરતો હોય તે બધું જ હેકરને લાઇવ જોવા મળતું હોય છે.
એટલે કે તમો તમારૂં બેન્‍ક એકાઉન્‍ટ ચેક કરતાં હોય, તમો ક્રેડિટ કાર્ડ વાપીરને ખરીદી કરતાં હોય તે બધી જ માહિતી હેકરને જોવા મળતી હોય છે. આવા સાયબર ગુના અટકાવવાનો ઉપાય શું એવો સવાલ સહેજે ઉભો થાય. તો બેસ્‍ટ રસ્‍તો પહેલો એ છે કે તમો પબ્‍લીક ચાર્જીગ સ્‍ટેશનોમાં તમારો ફોન ચાર્જ કરવાનુ ટાળો-બંધ રાખો. તમારે તમારો ફોન ઝડપભેર ચાર્જ કરવાની જરૂરત ઉભી થઇ હયો ત્‍યારે ચાર્જીગ કિયોસ્‍કના યુએસબી વાયરસનો ઉપયોગ કરશો નહિં. તેની બદલે તમારૂં પોતાનું ચાર્જર ઇલેકટ્રીક પોર્ટમાં સીધું પ્‍લગ કરો. તમો ટ્રાવેલીંગ કરતાં હોવ ત્‍યારે પબ્‍લીક પોર્ટમાં ચાર્જીગ કરવાને બદલે પાવર બેન્‍ક સાથે રાખો અને તેનો ઉપયોગ કરો.

ટ્રાવેલીંગ કરતી વખતે તમારું પોતાનું કેબલ ચાર્જર તથા પાવર બેન્‍ક સાથે રાખવું, જાણો શા માટે?

એ વસ્‍તુનું ધ્‍યાન રાખો કે હાઇ સીકયુરીટીવાળા વિસ્‍તારો જેવાં કે એરપોર્ટ વગેરે સ્‍થળોએ યુએસબી ર્પોમાં હેકિંગની શકયતા ઘણી ઓછી હોય છે, પરંતુ વ્‍યક્‍તિએ દરેક સ્‍થળે ખુબ જ સાવચેતી જાળવવી જરૂરી છે. કારણ કે હાઇ સીકયુરીટીવાળાખરાબ-ખોટા ઇરાદાવાળી વ્‍યક્‍તિઓએ ચાર્જીગ કિયોસ્‍કમા ંકોઇ ઘાલમેલ કરી જ ના હોય તેવી ગેરન્‍ટી નથી હોતી.
દેરક ઓપરેટીંગ સીસ્‍ટમમાં વપરાશકારને બીલ્‍ટ ઇન ચેતવણી આપતા પોપ અપ હોય જ છે, જે તમોને પુછે છે કે તમારે ફક્‍ત ચાર્જ કરવું છે કે ડેટા ટ્રાન્‍સફર પણ કરવા છે. એવું પણ પોપ અપ આવે છે કે જે તમોને તમારા ડેટા ટ્રાન્‍સફરની શરૂઆત પહેલાં પુછે છે કે તમોને તમારા કોમ્‍પ્‍યુટર ઉપર વિશ્વાસ છેને? આવા મેસેજને પુરતા ધ્‍યાનમાં લેવા, બરાબર વાંચવા અને પછી જ જવાબ આપવો. જયુસ જેકિંગને અટકાવવાનો બીજો એક સહેલો રસ્‍તો ડેટા બ્‍લોકીંગ સાથે રાખવું. આ પેનડ્રાઇવ જેવું નાનું યુએસબી ડિવાઇસ છે, તમારો ચાર્જીગ કેબલ ડેટા બ્રોકર સાથે જોડો, જે ચાર્જીગ પોર્ટમાં પણ પલ્‍ગ થઇ શકે છે. આ ડિવાઇસમાં ચાર્જીગ કેબલ અને પોર્ટ વચ્‍ચે એક વચગાળાનું સાધન કામ કરે છે. ફોન કેબલમાં ચાર્જીગ અને ડેટા ટ્રાન્‍સફર માટે વપરાતા વાયરનો ઉપયોગને વખતે અટકાવી દે છે. જયુસ જેકિંગ વધુ પ્રમાણમાં ફોન કેબલમાં થતો હોય છે, માટે નવું ચાર્જર કે ચાર્જીગ કેબલ ખરીદો તો ઓનલાઇન નહિં મંગાવો પણ સ્‍ટોરમાંથી જઇને જાતે ખરીદો, નહિં તો આ સસ્‍તા કેબલ ભવિષ્‍યમાં બહુજ મોંઘા પડી શકે છે. ઓપરેટિંગ સીસ્‍ટમમાં ચોરાયેલી દાણચોરીથી લેવાયેલ પાયરેટેડસોફટવેર અને મીડિયા ઇન્‍સ્‍ટોલ કરવી નહિં. એન્‍ટી વાયરસથી વધારાની સરલામતી જરૂર મળે છે પરંતુ જયુસ જેકિંગ વખતે લાચાર બની જાય છે. ટૂંકમાં હવે તમો જયારે પણ ટ્રાવેલીંગ કરો ત્‍યારે તમારૂં ચાર્જર વાપરવું અને પાવર બેન્‍ક સાથે રાખવી.

Related Posts