તમારું જનધન ખાતું ચાલુ છે ખરું?

જનધન ખાતાઓમાં હવે ઉજજવલા હોય કે મનરેગાની મજુરી હોય. તે ડાયરેકટ સીધા તમારા જનધન ખાતામાં જમા થઇ જાય છે. આ જનઘન ખાતામાંથી ફકત સરકારી મદદ જ નહી પણ અન્ય સુવિધાઓ પણ મળે છે.

જેમ કે વીમા અને ઓવર ડ્રાફટની સુવિધા, ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે જન ખાતામાંથી તમે ૫૦૦૦ રૂા. (અંકે પાંચ હજાર રૂપિયા) ગમે ત્યારે ઉપાડી શકો છો પછી ભલે આપણા ખાતામાં એક રૂપિયો પણ ન હોય એટલે કે તમારા જનધન ખાતામાં ૦ બેલેન્સ હોય છતાં તમે તમારા ખાતામાંથી ઓવરડ્રાફટ સુવિધાની સગવડ પ્રમાણે ૫૦૦૦ રૂપિયા સુધી નિકાલી શકો છે. પણ આ સુવિધા માટે તમારે બેંકની એક શરત માનવી પડશે.

તમારું જનધન ખાતુ આધારકાર્ડ સાથે લિંક હોવું જોઇએ. આ સાથે એકાઉન્ટની સાથે ૨ લાખ રૂપિયા એકસિડેટલ ડેથ કવર ઇન્શ્યોરન્સ અને ૫૦૦૦ રૂપિયાનો ઓવર ડ્રાફટ ફેસેલીટી પણ મળે છે જે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી મળતી નથી એટલે કે તમારા ખાતામા’ ‘૦’ બેલેન્સ હોવા છતાં તમે તમારા ખાતામાંથી ૫૦૦૦ રૂપિયા ઉપાડી શકો છો.

જનધન ખાતાઓ કેટલા ચાલુ છે કેટલા બંધ છે તમે છેલ્લા કેટલાય સમયથી ખાતામાં વહેવાર કર્યો છે કે નહિ કે ખાતુ ખોલાવ્યા પછી એમનું એમ જ છે તે માટે તમારી બેંકનો સંપર્ક કરી શકો છો.

સુરત – અબ્બાસભાઇ કૌકાવાલા (આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts