સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

બેકગ્રાઉન્ડ ડાન્સર (Background Dancer) માંથી, હિન્દી સિરિયલ (Hindi Serial)માં મેઇન લીડ હીરો અને ત્યાર પછી સીધી બોલીવુડ (Bollywood)માં એન્ટ્રી… અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ગ્લેમ વલ્ડૅની સફર રોમાંચ, અનેક ઉતાર-ચઢાવ છતાં ખૂબ જ સારી રહી એમ કહેવાય, આ વાત સુશાંત સિંહે પોતે એકવાર કબૂલ કરી હતી. તેમે કહ્યુ હતુ કે 2006માં તે એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતો, અને ત્યારથી માંડીને ફકત્ત સાત જ વષૅમાં તેને ફિલ્મોમાં એન્ટ્રી મળી ગઇ હતી. સુશાંત સિંહે ઘણા ઓછા સમયમા બોલિવુડમાં એ સ્થાન મેળવ્યુ હતુ જે ઘણા બધા સ્ટ્રગલીંગ એકટસૅ (Struggling Actors) તો છોડો પણ ઘણા સારા સારા ટેલિવિઝન કલાકારો નથી મેળવી શકતા.

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

ટેલિવિઝન અને બોલિવુડની દુનિયા બહારથી ભલે એક જેવી દેખાતી હોય પણ ટેલિવિઝનના કલાકારો જ જાણે છે કે ટેલિવિઝનથી બોલિવુડ સુધીનો રસ્તો કેટલો અઘરો હોય છે, સુશાંત સિંહ એવો પહેલો ટેલિવિઝન કલાકાર હશે જેને બોલિવુડમાં એન્ટ્રી કયૉ પછી, ત્યાં કાયમી સ્થાન સાથે સારૂ એવુ નામ પણ મળ્યુ. એવા નામોની યાદી નાની નથી કે જેમણે ટેલિવિઝનથી બોલિવુડમાં એન્ટ્રી કરી અને ત્યાં ખાસ્સી સફળતા ન મળતા પાછુ ટેલિવિઝનમાં જ કામ કરવાનુ પસંદ કયૅુ.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાતે ઘણા બધા વળાંકો લઇ લીધા છે, હજી સુધી તેના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. પોલીસ પણ ગૂંચવાયેલી છે કારણ કે કોઇ કહે છે તે કામને લઇને ડિપ્રેશનામાં હતો, કોઇ તેના અંગત સંબંધો તરફ ઇશારો કરી રહ્યુ છે.

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

ઘણા લોકોએ એવો દાવો કયોૅ છે કે સુશાંતના આપઘાત પાછળ બોલિવૂડમાં ચાલતા વંશવાદ એ મોટુ કારણ છે. તેમણે કહ્યુ છે કે ફિલ્મ ‘છિછોરે’ (Chhichhore)પછી સુશાંતે 6 મહિનામાં 7 મોટી ફિલંમો ગુમાવી છે. કંગના રનૌત (Kangana Ranut) સહિત ઘણા લોકોએ કહ્યુ છે કે બોલિવુડમાં કરણ જોહર (Karan Johar), યશરાજ (Yashraj Yash Chopra, Aditya Chopra), સલમાન ખાન (Salmaan Khan), એકતા કપૂર (Ekta Kapoor) જેવા મોટા નામો એક ‘લોબી’ (Lobby) ચલાવે છે. આ લોકો બોલિવુડ પર રાજ કરે છે અને મોટા અભિનેતા-અભિનેત્રીઓના બાળકો (Star Kids) સામે સુશાંત જેવા ‘આઉટસાઇટસૅ’ (Outsiders)ને આગળ આવતા અટકાવે છે. આ લોકોએ એવા દાવા માંડયા છે કે બોલિવુડના ઉપરોકત્ત જણાવેલ માફિયાઓની ‘લોબી’એ સુશાંત સિંહ રાજપૂતનો સામૂહિક બહિષ્કાર કયોૅ હતો, જેના પગલે સુશાંત રાજપૂતે ડિપ્રેશનામાં આવીને આત્મહત્યા કરી હતી.

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

એવામાં આ કેસની તપાસ માટે મુંબઇ પોલીસે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. જેમાંથી એક બોલિવૂડના વંશવાદ (Nepotism) માં તપાસ કરશે. બીજી ટીમ સુશાંતના નજીકના સગાસંબંધીઓ,પરિવારના સભ્યો અને તેની સાથે કામ કરનારા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરશે. ત્રીજી ટીમ બંને ટીમના ટેકાથી સુશાંતના ડિપ્રેશનમાં હોવાના કારણોની તપાસ કરશે. આ પગલે બાંદ્રા પોલીસે 18 જૂને યશરાજ ફિલ્મ્સ (Yashraj Films) પાસે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના કરાર(Contract) ની વિગતો માંગવા માટે એક પત્ર મોકલ્યો હતો.યશરાજ ફિલ્મ્સે તપાસ અધિકારી (Investigation Officer -IO) ને કરારની નકલ જમા કરાવી દીધી છે, જેના પર સુશાંત સિંહ રાજપૂત દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

પોલીસે જણાવ્યું હતું કે ચક્રવર્તીએ તપાસકર્તાઓને કહ્યું હતું કે અભિનેતાએ યશરાજ ફિલ્મ્સ સાથેનો કરાર પૂરો કર્યો હતો અને તેણે યશરાજ ફિલ્મ્સના બેનર સાથે કામ કરવાનું બંધ કયુૅ હતુ. સુશાંત રાજપૂતે 2013માં યશરાજના બેનરની પહેલી ફિલ્મ સાઇન કરી હતી, તે હતી મનીષ શર્મા (Manish Sharma) દિગ્દર્શિત ‘શુદ્ધ દેશી રોમાંસ’ (Sudhdh Desi Romance) અને ત્યારબાદ 2015માં દિગ્દર્શક દિબાકર બેનર્જી (Dibakr Banerjee) દિગ્દર્શિત ‘ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’ (Detective Byomkesh Bakshi ).

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

હકીકતમાં યશરાજ ફિલ્મ્સ બેનરનો નિયમ છે કે તે કોઇપણ નવા ચહેરા સાથે 3 ફિલ્મો માટે કરાર કરે છે, અને આ 3 ફિલ્મો તે ગમે ત્યારે બનાવે અભિનેતાએ તે સમયે યશરાજના પ્રોજેકટ માટે ડેટસ ફાળવવી જ પડતી હોય છે કારણ કે તેઓ યશરાજ ફિલ્મ્સ સાથે કરારમાં બંધાયેલા હોય છે, એટલુ જ નહીં જો યશરાજ નવા ચહેરાને લોન્ચ કયૉ પછી બે-ત્રણ કે દોઢ વર્ષે ગમે ત્યારે ફિલ્મ બનાવે તે (યશરાજ ફિલ્મ્સ બેનર) કરારમાં બંધાયેલા કલાકારોને કરાર સમયે નક્કી કરેલી રકમ જ ચૂકવે છે. આમા થાય છે એવુ કે જો કોઇ કલાકાર યશરાજની ફિલ્મ કયૉ પછી ઇન્ડસ્ટ્રીમાં ચાલતો થઇ જાય અને તેના ભાવ (Fees) વધી જાય તો પણ યશરાજ તેને કરાર વખતે મંજૂર થયેલી રકમ જ ચૂકવે છે.

સુશાંતસિંહના આપઘાત કેસમાં યશરાજે કોન્ટ્રેકટની કોપી મુંબઇ પોલીસને જમા કરાવી

મિસ્ટર ઇન્ડિયા(Mr. India)ના દિગ્દર્શક શેખર કપુર (Shekhar Kapoor) સાથે સુશાંત યશરાજ સાથેના કરાર મુજબની ત્રીજી ફિલ્મ કરવાનો હતો. આ ફિલ્મ શેખર કપુરનો ડ્રીમ પ્રોજેકટ (Dream Project) હતો, જેનુ ટાઇટલ હતુ ‘પાની’ (Paani). આ પ્રોજેકટની રિહસૅલ(Rehearsal) અને તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ હતી પણ અચાનક યશરાજે આ ફિલ્મ બંધ કરાવી દીધી હતી. આ પણ વાંચો.’બિહારમાં સુશાંતના મોત માટે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન, એકતા કપૂર વિરુદ્ધ FIR’ https://gujaratmitra.in/an-fir-against-8-big-names-of-bollywood-including-karan-johar-and-salman-khan-for-sushants-suicide/

Related Posts