ભારતના આ રાજ્યમાં બનશે દુનિયાની પહેલી ઉડતી કાર

જેમ જેમ ભારત (India) વિકાસ તરફ આગળ વધી રહ્યુ છે. તેમ તેમ મોટા મોટા દેશોની મોટી મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. એવામાં ભારત માટે ખાસ કરીને ગુજરાત (Gujarat) માટે સારા સમાચાર છે. નેધરલેન્ડની કાર કંપની Pal-V (Pal-V, Netherlands) ભારતમાં પોતાનું યુનિટ સ્થાપી રહી છે,એ પણ ગુજરાતમાં. ભારતમાં જેમ જેમ શહેરીકરણ (urbanization) થઇ રહ્યુ છે, તેમ તેમ ટ્રાફિકના પ્રશ્નો પણ વધી રહ્યા છે. તમે પણ જ્યારે ટ્રાફિકમાં (traffic) ફસાયા હશો, ત્યારે તમને પણ એવુ થતુ હશે કે કાશ તમે પણ હવામાં ઉડીને તમારા ગંતવ્ય સ્થાન પર ઝડપથી પહોંચી શકો.

World's first flying car, a two-seater Pal-V Liberty, on track for 2020  launch | South China Morning Post

ચિંતા કરવાની જરૂર નથી. હવે ભારતમાં એવી કાર મળતી થશે જે હવામાં ઊડતી હોય. ના, અમે જરા પણ અતિશયોક્તિવાળી વાત નથી કરી રહ્યા. ખરેખર ભારતમાં ઉડતી કાર બનવાની છે, એ પણ બીજે ક્યાંય નહી પણ ગુજરાતમાં. નેધરલેન્ડની કપંની Pal-V (Personal Air Land Vehicle)એ ગુજરાત સરકાર સાથે MOU કર્યા છે અને તે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. 2021 થી ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે અને કંપનીને લાગે છે કે ગુજરાતમાં તેની ઉત્પાદન સુવિધા માટે બધી વ્યવસ્થા છે. પીએલ-વીએ કહ્યુ છે કે તે વિશ્વની પ્રથમ ઉડતી કાર પ્રોડક્શન મોડેલને ‘લિબર્ટી’ (Liberty) નામ આપશે.

Take a look at the production version of the PAL-V Liberty flying car |  TechCrunch

કારના ફિચર્સ (features):

PAL-V Liberty flying car goes on sale for $4,00,000 (INR 2.67 Crore) -  Maxabout News

ડ્યુઅલ એન્જિનો (dual engine) દ્વારા સંચાલિત, ઉડતી કાર સ્વ-સ્થિરીકરણ, વળાંક સ્થિરીકરણ પ્રદાન કરે છે અને તેમાં બે લોકો બેસી શકશે. તે 20 કિલો વજનનો સામાન પણ લઇ શકે છે અને તેનું મહત્તમ વજન 910 કિલો છે. ડ્રાઇવ મોડમાં, તેની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે છે, તે 9 સેકંડથી પણ ઓછા સમયમાં શૂન્યથી 100 કિલોમીટરની ઝડપ પર પહોંચી શકે છે. ફ્લાઇટ મોડમાં,200 એચપીની પીક પાવર સાથે તેના એંજિન 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ સુધી પહોંચી શકે છે. તે 3500 મીટરની મહત્તમ ઊંચાઇએ ઉડી શકે છે. આ કાર હવામાં 500 કિમી સુધી ઉડી શકશે.

આ કારની કિંમત શું હશે?

PAL-V flying car to be made in India - Production in Gujarat to start by  2021

આ કારની કિંમત આશરે 3.5 થી 4 કરોડ રૂપિયા હશે. નેધરલેન્ડની કાર કંપની Pal-V ગુજરાતમાં 10 હજરા કરોડ જેટલુ રોકાણ કરશે. જણાવી દઇએ કે આ કંપનીને અત્યાર સુધી 110 કાર બનાવવાનો ઓર્ડર મળી ગયો છે.

Related Posts