ભારત સહિત આ દેશમાં મહિલાઓને નાની વયે વધુ આક્રમક બ્રેસ્ટ કેન્સર થાય છે

હ્યુસ્ટન (Huston): ઑક્ટોબર એ બ્રેસ્ટ કેન્સર મંથ (Breast Cancer Month) તરીકે ઉજવાય છે. આ મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે પણ ઓળખાય છે. એક અંદાજ મુજબ એક વર્ષમાં વિશ્વની લગભગ 2.01 મિલિયન સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બને છે. આધુનિક યુગમાં વધતા તણાવ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે બ્રેસ્ટ કેન્સરની સમસ્યા વધતી ચાલી છે.

ભારત અને પાકિસ્તાનની મહિલાઓ નાની વયે વધુ આક્રમક સ્વરૂપના કેન્સર સહિત વધુ પ્રમાણમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે, એવું એક અભ્યાસ જણાવે છે જે અભ્યાસ આ રોગ પર અસર કરતા જોખમી પરિબળની પણ વધુ ઉંડાણપૂર્વકની સમજ આપે છે.

ભારત સહિત આ દેશમાં મહિલાઓને નાની વયે વધુ આક્રમક બ્રેસ્ટ કેન્સર થાય છે

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ કેન્સરમાં (International Journal Of Cancer) પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં અમેરિકામાં વસતી ભારતીય (India) અને પાકિસ્તાની (Pakistan) મૂળની મહિલાઓ તથા નોન-હિસ્પાનીક શ્વેત મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જે માટે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટના સર્વેલન્સના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સંશોધનો પ્રમાણ ભારત અને પાકિસ્તાન – બંનેની મહિલાઓને પ્રમાણમાં નાની વયે વધુ આક્રમક સ્વરૂપના સ્તન કેન્સરનું નિદાન થાય છે. સંશોધકોએ આ અભ્યાસ માટે 1990 થી લઇને 2014 સુધીના ભારતીય અને પાકિસ્તાની મહિલાઓના આંકડાઓનો અભ્યાસ કર્યો હતો.

ભારત સહિત આ દેશમાં મહિલાઓને નાની વયે વધુ આક્રમક બ્રેસ્ટ કેન્સર થાય છે

સંશોધકોને જણાયું હતું કે ભારતીય અને પાકિસ્તાની મહિલાઓને નોન હિસ્પાનિક શ્વેત મહિલાઓ કરતા ઓછા પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સર થાય છે પરંતુ આ પ્રમાણ વર્ષો વર્ષ વધી રહ્યું છે. વળી ભારત અને પાકિસ્તાનની મહિલાઓને નાની વયે આ કેન્સરનું નિદાન થાય છે અને તે વધુ એડવાન્સ સ્ટેજનું હોય છે એમ આ અભ્યાસમાં જણાયું છે.

ભારત સહિત આ દેશમાં મહિલાઓને નાની વયે વધુ આક્રમક બ્રેસ્ટ કેન્સર થાય છે

અહીં બ્રેસ્ટ કેન્સરને લઇને કેટલીક માન્યતાઓ ટાંકીએ છીએ

  • સ્તનની બધી ગાંઠ કેન્સરની નથી હોતી (લોકો માને છે કે બધી ગાંઠ કેન્સરની હોય છે)
  • સ્તન કેન્સર કોઇપણ ઉમરની સ્ત્રીઓને થઇ શકે છે, યુવતીઓને પણ. (માન્યતા છે કે સ્તન કેન્સર ફક્ત મોટી ઉંરની સ્ત્રીઓને થાય છે)
  • ગર્ભવતી મહિલાઓને સ્તન કેન્સર થઇ શકતુ નથી (આ માન્યતા ખોટી છે)
  • પુરુષોને પણ સ્તન કેન્સર થઇ શકે છે (લોકોને માને છે કે પુરુષોને સ્તન કેન્સર ક્યારેય થિ શકે નહીં)
  • સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સર થતુ નથી (આ માન્યતા ખોટી છે)
  • i-pill કે અન્ય તેના જેવી દવાઓ લેવાથી સ્તન કેન્સર થઇ શકે છે (આ માન્યતા ખોટી છે)

Related Posts