દહેજ પેટે બે લાખની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાં સામે ફરિયાદ

(પ્રતિનિધિ) આણંદ, તા. ૨૫ આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર જુના જકાત નાકા પાસે રોજીના પાર્કમાં રહેતી પરણિતા પાસે દહેજ પેટે બે લાખની માંગણી કરી પતિ અને સાસુએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુકતા આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રા વિગતો અનુસાર આણંદ શહેરમાં સુકુન પાર્કમાં રહેતા શબનમબેન વ્હોરાના લગ્ન આજથી ત્રણ વર્ષ પુર્વે તા. ૨૪-૧૨-૨૦૧૭ ના રોજ રોજીના પાર્કમાં રહેતા સાજીદભાઈ અબ્દુલસત્તાર વ્હોરા સાથે સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા.

   લગ્ન બાદ થોડો સમય લગ્ન જીવન સુખરુપ વિત્યા બાદ પતિ સાજીદભાઈ વ્હોરાએ શબનમબેનને તારા પિતા પાસેથી દવા પેટે બે લાખ રુપિયા લેતી આવ નહિ તો ઘરમાં રહેવા દઈશું નહી તેમ જણાવતા શબનમબેને પોતાના પિતાથી આટલી મોટી રકમની સગવડ થશે નહી તેમ કહેતા પતિ સાજીદ અને સાસુ શરીફાબેને શબનમબેનનો ચોટલો પકડી માર મારી ગળુ દબાવી દીધું હતું. ત્યારબાદ શબનમબેનને તેમના પિતાના ઘરે મોકલી દીધા હતા.  જે અંગે શબનમે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ ત્યારબાદ વડીલોની સમજાવટથી સમાધાન કરી તેઓ સાસરીમાં ગયા હતા અને પંદર દિવસ સારી વિત્યા બાદ તા. ૨૦-૧૧-૨૦૨૦ ના રોજ પતિ સાજીદે પત્ની શબનમને કહ્નાં હતું કે તારે જે કરવું હોય તે કર હવે કોર્ટ ચાલુ થઈ ગઈ છે અને તારા પિતાના ઘરેથી બે લાખ રુપિયા લઈ આવ. જેથી શબનમે પૈસા લાવવાની ના પાડતા સાસુ શરીફાએ ઝેરી દવા પીવડાવી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ સારા પૈસા આપે તેની સાથે સાજીદના લગ્ન કરાવી દઈશું તેમ કહેતા શબનમબેન પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા હતા. જેથી આ બનાવ અંગે શબનમબેને આણંદ મહિલા પોલીસ મથકે સાજીદભાઈ અબ્દુલસતાર વ્હોરા, શરીફાબેન અબ્દુલસતાર વ્હોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts