એક લાખથી વધુ સાજા થયા, કોરોના રિકવરી મામલે ભારત વિશ્વમાં ટોચે

15 દિવસમાં પહેલી વખત પોઝિટિવ કેસોની સંખ્યા 76000ની નીચે, વિશ્વના કુલ કેસોમાં ભારતનો હિસ્સો ૧૭.૭% જ્યારે રિકવરીમાં ૧૯.૫%૫%, ચાર દિવસથી નવા કેસ કરતા સાજા થયેલાની સંખ્યા વધુ

નવી દિલ્હી,તા.22 (પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે ભારતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 1 લાખથી વધુ કોરોનાવાયરસના દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રિકવરી દરમાં મોટો ઉછાળો આવ્યો હતો. દેશમાં હવે રિકવરી દર વધીને 80.86 ટકા થયો છે, જ્યારે તાજા કેસો પણ બે અઠવાડિયા પછી 76,000 થી નીચે આવી ગયા છે. સરકારે કહ્યું કે વિશ્વમાં સાજા થયેલની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ચાર દિવસથી નવા કેસ કરતા સાજા થયેલાની સંખ્યા વધુ છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસોમાં ભારતનો હિસ્સો 17.7% છે જ્યારે સાજા થયેલામાં 19.5% છે.

એક લાખથી વધુ સાજા થયા, કોરોના રિકવરી મામલે ભારત વિશ્વમાં ટોચે

સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે પાછલા 24 કલાકમાં, 1,01,468 કોવિડ -19 દર્દીઓ સ્વસ્થ થયા, જ્યારે 75,809 નવા કેસ નોંધાયા બાદ કુલ આંકડો 55,62,663 પર પહોંચ્યો છે. મંગળવારે 1 લાખ રિકવરી બાદ હવે અત્યાર સુધી 44,97,867 દર્દીઓ સાજા થયા છે.છેલ્લા 24 કલાક દરમિયાન 1,053 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, મૃત્યુનો આંકડો 88,935 પર લઈ ગયા હતા, ડેટા દર્શાવે છે કે કોવિડ -19 કેસની મૃત્યુ દર 1.60 ટકા છે.
દેશમાં 9,75,861 એક્ટિવ કોરોનાવાયરસ કેસ છે, જે કેસના કેસલોડના 17.54 ટકા છે, એમ ડેટા જણાવે છે. ભારતના સિંગલ-ડે કોરોનાવાયરસના કેસો 8 મી સપ્ટેમ્બરે પણ 76,000 ની નીચે આવી ગયા હતો પરંતુ ત્યારબાદ સતત આંકડો વધી રહ્યો હતો.

Related Posts