રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

અમદાવાદ : રાજ્યમાં ગુરૂવારે કોરોનાના (Corona Cases) નવા 1034 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ 27 દર્દીઓના મોત થયા છે. જ્યારે સાજા થવાનો દર વધીને 74.21 ટકા થયો છે. આરોગ્ય વિભાગ (Health Deapartment)ના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં નવા 24569 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા હતા જોકે રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 લાખ 03 હજાર 782 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સામે નવા 1034 કેસો નોંધાયા છે.

રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

રાજયમાં મહાપાલિકા (Corporation) વિસ્તારો પૈકી સુરત મનપામાં 184 કેસો, અમદાવાદ મનપામાં 137, વડોદરા મનપામાં 95, રાજકોટમાં 71, જામનગર મનપામાં 26, જુનાગઢ મનપામાં 26, ભાવનગર મનપામાં 23 અને ગાંધીનગર મનપામાં 13 કેસો નોંધાયા છે. આ સાથે મહાપાલિકા વિસ્તારમાં 575 કેસો નોંધાયા છે. જયારે જિલ્લાઓમાં 459 કેસો નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 67811 કેસો નોંધાયા છે.

રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

ગુરૂવારે અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 5, સુરત જિ.માં 4, રાજકોટમાં 3, કચ્છમાં 2, રાજકોટ મનપામાં 2, વડોદરા મનપામાં 2, જામનગર મનપામાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 1, વલસાડમાં 1 એમ કુલ 27 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2584 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં 14905 દર્દીઓ સારવાર હેઠળ (Patients under treatment) છે. જે પૈકી 82 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 14823 દર્દીઓની તબિયત સ્થિર છે.

દેશમાં કોરોનાનાં કુલ કેસો મામલે ગુજરાત 10માં ક્રમે

રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

ગુજરાત રાજ્ય કુલ કોરોના કેસોને મામલે દેશમાં 10 ક્રમે ખસ્યુ છે કારણ કે તાજા આંકડા મુજબ બિહાર (Bihar)માં કુલ 68148 કેસો નોંધાઈ ચૂક્યા છે જેને ગુજરાતમાં નોંધાયેલા કુલ 67811 કેસોને પાછળ છોડ્યુ છે. રાજ્યમાં કુલ 67699 કેસો નોંધાયા છે જ્યારે ગત રોજ નવા 1034 કેસો નોંધાયા છે.રાજ્યમાં કુલ 17708 એક્ટિવ કેસો (A total of 17708 active cases in the state) છે જ્યારે કોરોનાથી અત્યાર સુધી રિકવર થનાર દર્દીઓની (Patients Recover) સંખ્યા 50 હજારને વટાવી ચૂકી છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 2583 મોત (Corona Deaths) થઈ ચૂક્યા છે અને ગત 24 કલાકમાં કોરોનાનાં 27 મોત નોંધાયા છે.

ગુજરાતમાં ટોચનાં બે કોરોનાગ્રસ્ત શહેરો

રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

રાજ્યમાં સુરત અને અમદાવાદ બંને આગળ છે. કોરોનાની સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે તો બીજી તરફ એક્ટિવ કેસોને મામલે સુરત પ્રથમ ક્રમે છે. મુખ્ય ચાર રાજ્યોમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો સુરતમાં 3841 એક્ટિવ કેસો, અમદાવાદમાં 3660 એક્ટિવ કેસો, વડોદરામાં 1123 એક્ટિવ કેસો અને રાજકોટમાં 1012 એક્ટિવ કેસો નોંધાયા છે.

રાજ્યમાં નવા 1034 કેસો સાથે 27નાં મોત, કોરોનાનાં મામલે ગુજરાત 10માં ક્રમે

અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોના કેસોનાં મામલે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 27434 કેસો નોંધાયા છે જ્યારે 22152 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. અમદાવાદમાં કુલ 1622 મોત નોંધાઈ ચૂક્યા છે જ્યારે ગત રોજ શહેરમાં કુલ 9779 ટેસ્ટિંગ કરવામાં આવી હતી. જ્યારે સુરતમાં કુલ 14546 કેસો સામે 10233 લોકો રિકવર થયા છે અને કુલ મૃત્યુઆંક 472 છે અને ગત 24 કલાકમાં શહેરમાં 5516 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Related Posts