Columns

આપણા જ પૈસાથી કેજરીવાલ આપણને ખરીદશે? ગુજરાતમાં લોકશાહી વેચશે?

અમુક માણસને ઓળખવા માટે એના ઇતિહાસનાં કર્મો કે કુકર્મોને બારીકાઇથી તપાસવા પડે. વર્તમાન શઠશિરોમણી અરવિંદ ગોવિંદરામ કેજરીવાલ યાને કિ અગ્રવાલ વાણિયા માટે એવું કંઇ ઊંડાણમાં જવું પડે તેમ નથી. અન્ના હઝારેની આંગળી અને પછી પોંચો પકડીને આગળ વધ્યો. જાણે કે એક પ્રામાણિક અને નીતિવાન રાષ્ટ્રના ઘડતર માટે એને અધિક ચિંતા હતી. દેશના અન્ય પ્રખર અને પુરવાર થયેલા નીતિવાન માણસોનો પણ કેજરીવાલ માટે એ અભિપ્રાય હતો.

અન્ના સાથે અનશન પર બેઠો. ભૂખ સહન ન થઇ તો કહ્યું કે સરકાર સામે આ રીતે લડી શકાશે નહીં. અર્ધશિક્ષિત અન્ના હઝારે બાજુમાં હતા અને ત્યારે એમની પ્રભા એમના સારા નસીબે જગતવ્યાપી બની હતી. વરસાદમાં હઝારે થોડા ડગલાં ઝડપથી ચાલ્યાં તો મીડિયાએ તેને શકિતનો અમોધ ધોધ ગણાવ્યો. કેજરીવાલ એન્ડ કંપની ઊતરી હતી આમરણ ઉપવાસ પર, પણ અકાળે મરી જાય તો સત્તા અને દુનિયા ભોગવવાની ઇચ્છા અધૂરી રહી જાય. આખરી મકસદ તો એ જ હતો. માત્ર દુનિયા ત્યારે જાણતી ન હતી.

પણ કોને બહાર નીકળવું હતું? કીચડના કીડાને કીચડમાં જ રહેવું હતું. ચૂંટણી લડયો. તે અગાઉ પ્રચારમાં બોલ્યો હતો કે સત્તા માટે એ કયારેય કોંગ્રેસ સાથે સમજૂતી નહીં કરે. ‘કોંગ્રેસ સાથે સંધિ કરું તો મારા બન્ને બાળકોના સોગંદ છે.’ દિલ્હીની જાહેરસભામાં એ બોલ્યો હતો. પંદર દિવસ બાદ જરૂર પડી તો સમાધાન કરીને સત્તા પર બેસી ગયો. હાય લવલી. અરવિંદ કોંગ્રેસના અરવિંદ લવલીની કુરનિશ રોજ બજાવવા લાગ્યો.

હિસાબોમાં ગોટાળા કર્યા. જે લોકપાલ નીમવા માટે અભિયાન શરૂ કર્યું હતું તેને પોતે જ સાવ ભૂલવાડી દીધું. લોકોને ગુમરાહ કરવા આમ આદમી પક્ષમાં જ એક આંતરિક લોકપાલ નીમી દીધા. નામ હતું એલ. રામદાસ પણ કેજરીવાલને કામ કરવા હતા જાકૂબીના. બીજી વાર ભારે બહુમતીથી ચૂંટાઇ આવ્યા બાદ કોઇની તમા, શરમ કે પરવા ન હતી. કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ જેવા નખશિખ પ્રામાણિક લોકોનું અપમાન કરીને છેહ દીધો. પ્રશાંત ભૂષણના પિતા શાંતિ ભૂષણે જીવનનાં છેલ્લાં વરસોમાં, શરીર કામ કરતું ન હોવા છતાં કજાત કજરીને ખૂબ સાથ આપ્યો હતો. સંતોષ હેગડે, મીરાં સન્યાલ, જેવા અનેક પ્રામાણિક લોકો ઊંચા પગારની નોકરીઓ છોડી કેજરીવાલની પ્રતિભા નિખારવા માટે લાગી ગયા હતા. માનતા હતા કે છોકરો દેશને નવી રાજનીતિ શીખવવા આવ્યો છે.

પણ થોડા વખતમાં રામદાસને રૂખસદ આપી દીધી. પૂર્વ જસ્ટીસ સંતોષ હેગડે પણ આ બેઇમાન સાથે રહેવા માગતા ન હતા. લગભગ તમામ પ્રામાણિક સાથીદારો કેજરીવાલના કાળાં કરતૂતોના સાથીદાર બનવા માગતા ન હતા. તેઓ સમજી ગયા હતા કે આ માણસને સત્તા સિવાય બીજું કશું ખપતું નથી. રસ્તા પર અનશન પર ઊતરી જવું એ એના સત્તા માટેનાં હવાતિયાં હતાં એ સમજાવા લાગ્યું. શું સ્વચ્છ રાજનીતિ લાવવાનો? એના કાયદા પ્રધાનની કાયદાની ડીગ્રી બનાવટી હતી. એ કહેતો કે અમે પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ ઉમેદવારો અને કાર્યકરોને પક્ષમાં પ્રવેશ આપ્યો છે.

ઠીક છે. પરંતુ આક્ષેપો થયા બાદ મહિનાઓ સુધી તપાસ કર્યા વગર એ પ્રધાન જીતેન્દ્ર તોમરનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું. કદાચ કેજરીવાલ એ બાબતોથી વાકેફ હશે અને કોઇ ઉપકારના બદલામાં તોમરને ટિકિટ આપી હશે. અન્યથા એક રાજય સરકાર માટે તપાસ કરીને સત્ય જાણવું તે બહુ બહુ તો બેથી ચાર દિવસનું કામ છે. કેજરીવાલ જૂના પેઘી ગયેલા રાજકારણીની માફક ઇચ્છતા હતા કે જો બનાવટી ડીગ્રીનું કૌભાંડ આગળ વધ્યા વગર શમી જાય તો પોતાની અને પક્ષની આબરૂ બચી જાય. રાજકારણમાં તો ઠીક, પ્રામાણિકતાની દુહાઇ દઇને રચાયેલી એની સરકારમાં શુદ્ધિ અને સુચિતા માટે કેજરીનો કોઇ આગ્રહ ન હતો. રાજયસભાની 2 સીટો કોઇ મોટા તવંગર શેઠિયાઓને આપવી અને આસુતોષ જેવા ભટકેલા પત્રકારને વધુ ભટકાવી દેવો એવા એના કામ થઇ પડયા. કુમાર વિશ્વાસ જયારે કહે છે કે કેજરીવાલ અલગ ખાલિસ્તાન રચાય તો ભલે રચાય, પણ પંજાબની સત્તા મેળવવાની ખ્વાબમાં રાચતો હતો ત્યારે કુમાર વિશ્વાસના એ કથન પર ભરોસો કરવાનું જરૂર મન થાય કારણ કે અદક પાંસળી કેજરીવાલ છે જ એવો. એણે દેશમાં આંદોલનોમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દીધો છે. લોકો હવે ખરેખર પ્રામાણિક માણસ પર વિશ્વાસ કરતા ડરશે. કેજરીવાલના આજ સુધીનાં અનેક કૃત્યો શંકાના ઘેરામાં છે. દારૂની પરમિટોનો મામલો, જાહેર ખબરો અને હોર્ડિંગ્સ પાછળના અધધ ખર્ચા. એનો એક બીજો પ્રધાન જૈન જેલમાં છે. ઇન્સાન કા ઇન્સાન સે ભાઇચારા ગાઇને ખાલિસ્તાનની વાત કયો શરમવાળો માણસ કરશે?

આ હતી કેજરીવાલની કરમકુંડળી. હવે મુખ્ય વાત પર આવીએ. સત્તા દરમિયાન કેજરીવાલને એ ચાવી લાધી કે લોકોને મફતનું થોડું હોય, આડકતરી રીતે એ લોકોની જેબમાંથી સેરવીને લોકોને જ આપવાનું હોય તો પણ ખૂબ ગમે છે અને બદલામાં લોકો કશો વિચાર કર્યા વગર મતો અને સત્તા આપે છે. પ્રેમની ભાષા સાથે તેઓને દેખાય તેવી સ્કીમ ઘરના દરવાજા સુધી પહોંચાડો, કોર્પોરેટ ક્ષેત્રની માફક લોકો સાથે કામ પાડો તો લોકો જરૂર અંજાઇ જાય છે. કેજરીવાલને આવું સૂઝયું અને સફળ થયા તેમાં BJP, કોંગ્રેસ અને બીજા અનેક પક્ષોની નાકામિયાબી, નાલાયકી પણ ઝળકે છે.

લોકોને પ્રેમથી બોલતો નવો શખ્સ પોતાનો લાગવા માંડયો. કિરણ બેદી વગેરેને ઊભા રાખીને લાખ ઉધામાઓ કર્યા તો પણ BJPને દિલ્હીમાં બબ્બે વખત જીત ન મળી. BJPએ દિલ્હીમાં જે નીતિઓ અપનાવી હતી અને દમ કે કરિશ્મા વગરના નેતાઓને મોટા ભાઇ બનાવ્યા હતા તેને કારણે પણ કેજરીવાલ વધુ મહાન બન્યો. પણ હમણાંના વરસોમાં રાજકીય વૈતરણી તરવા માટે કેજરીવાલ પાસે મફતમાં પતાસા વહેંચવા સિવાય કોઇ બીજો માર્ગ બચ્યો નથી. લોકો એને ઓળખી ગયા છે. પંજાબમાં લોકો પાસે કોઇ સારો વિકલ્પ બચ્યો ન હતો. કોંગ્રેસે મૂર્ખાઇનું નેત્રદીપક પ્રદર્શન કર્યું હતું અને ભગવંત માનની છાપ પેગવંત માન ભલે રહી પણ પંજાબના લોકો માને છે કે આ દારૂડિયો પ્રામાણિક છે.

આ વખતે કેજરીવાલને પરિસ્થિતિએ અને થોડી એની ચાલાકીએ મદદ કરી. ત્યાં એણે લોકોને 24 કલાક મફત વીજળી આપવાનું વચન આપ્યું. આગળની ચૂંટણીમાં 12 કલાક મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. ત્યારે લોકો અંજાયા નહીં તો આ વખતે બેવડાવ્યું.  AAPની સરકાર આવશે તો દરેક પુખ્ત ઉંમરની સ્ત્રીને દર મહિને 1000 હજાર રૂપિયા, એમ જ, મફતમાં આપી દેવાનું વચન આપ્યું. એ સિવાય મહોલ્લા કિલનિકો, આરોગ્ય વીમા અને 3 નવી મેડિકલ કોલેજો ખોલવાનાં વચનો આપ્યાં.આમાંના અમુક વચનો સામે વાંધો ન ઉઠાવી શકાય. જેમ કે મહોલ્લા કિલનિક કે આરોગ્ય યોજનાઓ. પણ દરેક સ્ત્રીઓને માસિક 1000 રૂપિયા અને 24 કલાક મફત વીજળીની મફત લહાણી કેજરીવાલને સત્તા તો અપાવી શકે પણ કોના ભોગે અને કોના જોખમે? લોકશાહીને નાગરિકોના પૈસે જ ખાડામાં નાખશે?

મફતમાં આપવાની એક મર્યાદા અને યોગ્યતા હોય. દરેક મતદારોને રોકડી આપો તેનો અર્થ મતો ખરીદવા સિવાય બીજો કશો ન થાય. વિધવાઓને રાજય તરફથી મળતી માસિક રકમ વધારો તો તે જરૂરી ગણાય. લેખે ગણાય. વિધવાઓને આવકનો સ્ત્રોત પૂરતો હોતો નથી પણ દરેક વિધવા એ રકમ મેળવવા હકદાર ન હોવી જોઇએ. અમુક વિધવાઓ પૈસેટકે સુખી હોઇ શકે. તેના બદલે એ પૈસા રાજયની માળખાકીય સવલતો માટે વાપરવા યોગ્ય અને જરૂરી ગણાય. પોલીસને ઝડપી વાહનો લઇ આપો. નવા બ્રીજ બાંધો. રસ્તાઓ વધુ સારા કરો. યુવાનોને કાયમી રોજગાર આપી શકે તેવી કોલેજો શરૂ કરો. લોકો આ માટે  તો કરવેરા આપતા હોય છે. દુનિયાભરમાં આ વ્યવસ્થા છે. મફત આપવાની વાત અનેક જોખમી સ્થિતિઓ ઊભી કરે છે જેની એક IRS ઓફિસર અરવિંદ ટ્રેજેડીવાલને  ખબર ન હોય તેવું ન બને.

હવે ગુજરાતમાં આમ આદમીનો સિક્કો જમાવવા ચૂંટણી પૂર્વે એ વચનોની લહાણી કરવા આવી ગયા છે. મફતમાં વીજળી આપવાની અને બહેનોને પ્રતિમાસ 1000  રૂપિયાનું સાલિયાણું બાંધી આપવાનું પ્રોમિસ લઇને આવ્યા છે. સમાંતરે સુરજીતસિંહ યાદવ નામના એક અરજદાર સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને આ રાજ્યના રૂપિયાના  બદલામાં મતો ખરીદવાની પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માગણી કરી છે.

સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી અને નિષ્ણાતોની સમિતિ વારા નિર્ણય લેવાની વ્યવસ્થા કરાવી છે.  નિષ્ણાતો અમુક મદ્દે વહેંચણીની તરફેણમાં અને અમુક મુદ્દે તેની વિરોધમાં નિર્ણય લેશે. તેઓ જે નિર્ણય લે તે. ચૂંટાયા પછી પક્ષોને જે આપવું હોય તે કાનૂન પસાર કરીને  ભલે આપે. પણ ચૂંટણી અગાઉ લાયક, ગેરલાયક તમામને ફાયદો પહોંચાડવાનાં વચનો પર આકરા પ્રતિબંધ મૂકવા જોઇએ. ગમે તે સરકારની પ્રથમ 5 વરસની કામગીરી  જોયા પછી જ લોકો નિર્ણય લે કે તેને બીજી વાર સત્તા સોંપવી કે નહીં? મફત વીજળીની રકમ અલગ. આટલા રૂપિયામાં રાજ્યનું અન્ય પ્રકારે સર્વે હિતાય, સર્વ સુખાય ભલું થઇ શકે. જો કેજરીવાલનો પક્ષ પોતે આ  રકમ પોતાના ભંડોળમાંથી આપવાનો હોય તો કોઇને કશો વાંધો નથી.

માત્ર આમ આદમી પક્ષને વાંધો હોઇ શકે? રાજસભાની સીટોનું શું કર્યું? અને હવે બીજી મહત્ત્વની  વાત ગુજરાત સરકાર પર કાંડ જેવુંતેવું દેવું નથી. કેરળના માર્કસવાદી અને કોંગ્રેસીઓએ મળીને કે અલગ અલગ જે સરકારો ચલાવી તેઓએ મળીને 332 લાખ કરોડનું  દેવું રાજ્ય પર ચડાવ્યું છે. સૌથી દેવાદાર પ્રથમ 10 રાજ્યોમાં પંજાબ, રાજસ્થાન, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર,આન્ધ્ર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને  હરિયાણા છે. ગુજરાત તે 10માં નથી છતાં તેનું દેવું 3 લાખ કરોડથી વધારે છે અને CAGએ ગયા રિપોર્ટમાં નોંધ લખી છે કે જો ગુજરાત સરકાર યોગ્ય પગલાં નહીં લે તો  ઉધારીની જાળ (ડેટ ટ્રેપ)માં ફસાઈ શકે છે. એવી ધારણા રખાય છે કે 2024-25ની સાલ આવતાં સુધીમાં ગુજરાત પરનું કરજ સાડા ચાર લાખ કરોડ સુધી પહોંચી જશે.  કેજરીવાલે એ બધું વિચારવાનું રહેતું નથી.

 BJPએ  મફતમાં લહાણી જરૂર કરી છે, પણ તે ચૂંટાયા પછી જયાં અનિવાર્યપણે આપવા પડે તેમ હતાં ત્યાં આપ્યા છે. કોરોના સંકટમાં જનતાને મદદ કરવી ખૂબ જરૂરી  હતી. આવી લહાણીની જાહેરાતો ચૂંટણી અગાઉ કરી નથી. માત્ર મતો મેળવવાના આશયથી વિકસિત દેશોની સરકારો ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાય છે તેને પણ રાહત પેકેજ  આપે છે. અન્યથા ધંધા, રોજગારો, જનતાની આમદાની વગેરે સાવ બંધ પડી જાય. જનતામાં પણ અકર્મણ્યતા પ્રવેશે છે. જે દેશોમાં કારણ વગર રાહત પેકેજો અપાયા ત્યાંના  અર્થતંત્રો હતાં તેના કરતાં પણ વધુ ખાડે ગયા. કાઠિયાવાડમાં કહેવત છે. ‘આપ્યું કે તાપ્યું (તાપણાં પાસે બેસીને તાપીએ તે) લાંબું ન ટકે.’ એ પણ ખરું છે કે ગુજરાતમાં BJPના શાસનમાં બોજ વધ્યો છે.

પંજાબમાં આમ આદમી પક્ષે વીજળી અને 1000 રૂપિયાના વચની પરિપૂર્તિ કરવા માટે  દર મહિને રૂપિયા 5 હજાર કરોડની વ્યવસ્થા કરવી પડશે. કયાંથી લાવવા તે હવે ભગવંત માનને કે કેજરીવાલને સમજાતું નથી છતાં સત્તા પાછળની કામવાસના પૂરી  કરવા ગુજરાતમાં વચન આપતાં શરમાતાં નથી. યાદ છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર વખતે એક ખરેખર બોમ્બધડાકો કર્યો હતો. દરેક કુટુંબને વરસે રૂપિયા 72 હજાર  આપવાનો નથી.  જનતાને સમજાયું કે નેહરુ કુટુંબે એક સદી સુધી આચરેલા ભ્રષ્ટાચારની રકમ તિજોરીમાંથી કાઢે તો પણ આટલી રકમ આપી ન શકે? કયાંથી કાઢશે?  બાપના તબેલામાંથી? જેનો IQ ઓછો હોય તેઓ બરાબર ગપ્પું પણ મારી શકતા નથી.

Most Popular

To Top