Charchapatra

બસો-ટ્રેનોની ઘટ કેમ પડે છે?

ભારતના દરેક પ્રદેશ દરેક રાજ્યમાંથી ત્યાંના રહેવાસીઓ સુરત રોજીરોટી માટે આવ્યા છે. ગામમાં લગ્ન હોય કે બીજા સામાજિક પ્રસંગ હોય વેકેશન હોય આ લોકો સુરત ગામ વચ્ચે આખા વરસમાં અનેક વખત અવરજવર કરતા હોય છે. દર વખતે આ લોકોની અવરજવર માટે બસો ટ્રેનો વધારવામાં આવે છે. હવે તો ખાનગી વાહનો પણ ખૂબ વધી ગયા છે. છતાં પણ લગ્નગાળા વખતે, દિવાળી છઠ વખતે આ લોકો માટે બસો-ટ્રેનો કેમ ખુટી પડે છે?

સરકારી એસ.ટી. તંત્ર અને રેલવે તંત્રએ વધારાની બસો-ટ્રેનો મુકી હોવા છતાં દર વખતે કેમ ઓછી પડે છે? વધારે દુઃખની વાત એ છે કે આ વખતે સેકંડો પેસેન્જરો ટ્રેનની રાહ જોવામાં આખી રાત હેરાન થાય છે. કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ધક્કામુકીમાં કેટલા બધા ઇજા પામતા હોય છે. મુસાફરી દરમ્યાન કેટલાક લટકીને તો કેટલાક બાથરૂમ આગળ કેટલાક છાપરા પર ચડીને મુસાફરી કરે છે. દર વખતે આવા દ્રશ્યો જોવા મળે છે, છતાં કઈ ફરક પડતો નથી. એસ.ટી. તંત્ર અને રેલવે તંત્ર આટલા બધા પેસેન્જરોનો અંદાજ બાંધવામાં ક્યાં થાપ ખાઈ ગયા? દર વખતે આમ કેમ થાય છે?
સુરત     – અબ્બાસભાઇ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top