ડબ્લુએચઓએ રેમડેસિવીર દવાની કોવિડના દર્દીઓ પરના ઉપયોગ પર આપયું મહત્વનું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રોની આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે વિશ્વભરમાં કોવિડ-19ની સારવારના વ્યાપક પરિક્ષણથી જાણવા મળ્યું છે કે રેમડેસીવીરની ગંભીર કેસો પર બહુ ઓછી અથવા સાવ અસર પડતી નથી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા ત્યારે તેમની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે તેના 6 મહિનાના ‘સોલિડરીટી થેરાપ્યુટીક્સ ટ્રાયલ’ના પરિણામ જાહેર કર્યા હતા જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ પરિક્ષણમાં જોવામાં આવ્યું હતું કે વર્તમાનમાં ઉપલબ્ધ દવાઓની કોરોના વાયરસ પર અસર પડે છે કે નહીં.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ચાર દવાઓનું પરીક્ષણ કર્યું હતું, રેમડેસીવીર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપીનાવીર-રીટોનાવીર અને ઈન્ટરફેરોન, દર્દીઓ એક મહિનાની અંદર મૃત્યુ પામ્યા હોય કે નહીં અથવા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાજા થયા હોય કે નહીં આ દવાઓની બહુ ઓછી અથવા સાવ અસર પડતી નથી.

તેમાંની મોટાભાગની દવાઓ પહેલાંથી જ બહાર કરવમાં આવી હતી પણ રેમડેસીવીરને અમેરિકામાં સ્ટાન્ડર્ડ ઓફ કેર તરીકે વર્ગીકૃત કરાઈ હતી અને બ્રિટન અને યુરોપમાં કોરોના વાયરસની સારવાર માટે નિર્ધારીત કરાઈ હતી. આ દવા મેલેરિયા માટે ઉપયોગમાં લેવાય છે.

આ દવાનો પુરવઠો સીમીત છે અને યુરોપીયન મેડિસીન સંસ્થાઓ હવે સમીક્ષા કરી રહી છે કે અમુક દર્દીઓ દ્વારા કહેવાયું હતું તેમ રેમડેસીવીર કિડનીની સમસ્યા ઉત્પન્ન કરે છે કે નહીં.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના માર્ટીન લેન્ડ્રેએ કહ્યું હતું અગાઉના બ્રિટીશ અભ્યાસ સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપીનવીરના ડબ્લુએચઓના પરીક્ષણ પરીણામો આવવાના બાકી છ

Related Posts