માનવ શરીર પર કોરોના વાયરસની ક્યાં ક્યાં અસર? : રાજકોટમાં પીએમ કરાશે

ગાંધીનગર : કોરોના વાયરસ (Corona Virus) માનવ શરીર પર ક્યાં ક્યાં અસર કરી રહ્યો છે ? તેનું સંશોધન કરવા હવે રાજકોટમાં કોરોનાના મૃતકોનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરાશે. સોમવારે આરોગ્ય વિભાગ (Health Department)ના અગ્ર સચિવ ડો.જયંતી રવિ (Dr. Jayanti Ravi)એ કહ્યું હતું કે, આ પોસ્ટ મોર્ટમ દ્વારા કોરોના વાયરસ શરીરમાં ક્યાં અને કેવી રીતે અસર કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવશે.

માનવ શરીર પર કોરોના વાયરસની ક્યાં ક્યાં અસર? :  રાજકોટમાં પીએમ કરાશે

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજને રાજ્ય સરકારે (State Government) પેથોલોજિકલ ઓટોપ્સી (Pathological autopsy) માટે મંજૂરી આપી છે. આ રીતે પોસ્ટમોર્ટમ હાલમાં ભોપાલ એઈમ્સ ખાતે પણ થઈ રહ્યું છે. પીડીયુ મેડિકલ કોલેજ (PDU Medical College)નાં સૂત્રોએ કહ્યું હતું કે, કોરોનાના મૃત દર્દીઓના પોસ્ટમોર્ટમ દ્વારા અમે કોરોનાના દર્દીઓની સારવાર માટે સંશોધન કરવા માંગીએ છીએ. ખાસ કરીને જે કોરોનાના મૃત દર્દી પર આ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમાં મૃતકના પરિવારજનોની સંમતિ મેળવવામાં આવશે.

માનવ શરીર પર કોરોના વાયરસની ક્યાં ક્યાં અસર? :  રાજકોટમાં પીએમ કરાશે

આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે

રાજકોટમાં કોરોના મહામારી (Corona Pandemic)ની સ્થિતિ વણસી છે. એકલા ઓગસ્ટમાં જ 350 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે સપ્ટે.માં 40 દર્દીનું મૃત્યુ (Patients Death) થયું છે. જો કે, સ્થાનિક મનપા તંત્ર (Corporation) કે સ્મશાન ગૃહ ખાતેથી પણ મીડિયાને માહિતી નહીં આપવી તેવા પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માનવ શરીર પર કોરોના વાયરસની ક્યાં ક્યાં અસર? :  રાજકોટમાં પીએમ કરાશે

સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરાયા

સચિવાલયમાં કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેના પગલે હવે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા સ્વર્ણિમ સંકુલ ખાતે હવે રેપિડ ટેસ્ટ (Rapid test) કરવામાં આવી રહ્યા છે. સાંજ સુધીમાં 145 કર્મચારીના ટેસ્ટ કરાયા છે. તાજેતરમાં જ વિધાનસભા સચિવાલયમાં પણ કોરોનાના ટેસ્ટ કરાયા હતા. જો કે, તેમાં કોરોનાના ટેસ્ટ (Corona’s test) રીઝલ્ટ નેગેટિવ આવ્યાં હતાં.

માનવ શરીર પર કોરોના વાયરસની ક્યાં ક્યાં અસર? :  રાજકોટમાં પીએમ કરાશે

રાજ્યમાં અત્યાર સુધી હજારો લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને 3 હજારથી વધુ કમનસીબ દર્દીઓનાં કોરોના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં 1 લાખ 5 હજારથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે 85 હજારથી વધુ દર્દીઓ રિકવર (Patients recover) થયા છે અને પોતાના ઘરે પરત થયા છે. દેશની સાથે રાજ્યમાં જે રીતે કોરોના મહામારી પ્રસરી છે તેમાં ઘણાં લોકોનાં મોત થયા છે. હાલ ગુજરાતમાં 16 હજારથી વધુ એક્ટિવ કેસો (Active cases) છે.

Related Posts