પેટ્રોલ-ડિઝલનાં આજનાં ભાવ શું છે? સાથે જાણો સુરતમાં પેટ્રોલનાં ભાવ

નવી દિલ્હી : કાચા તેલનાં ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અસર ડોમેસ્ટિક માર્કેટ (Domestic market) માં સામાન્ય રીતે જોઈ શકાય છે. ગુરુવારે સરકારી તેલ કંપનીઓ (Government oil companies) એ પેટ્રોલ અને ડિઝલ (Petrol-Diesel)નાં ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં આજે પેટ્રોલ 81.99 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે જેમાં 9 પૈસા પ્રતિ લીટર ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલ 73.05 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે જેમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

પેટ્રોલ-ડિઝલનાં આજનાં ભાવ શું છે? સાથે જાણો સુરતમાં પેટ્રોલનાં ભાવ

દેશનાં મુખ્ય મહાનગરોની વાત કરીએ તો દિલ્હી સિવાય કોલકત્તા (Kolkata)માં પેટ્રોલનો ભાવ 83.49 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલનો ભાવ 76.55 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 9 પૈસાનાં ઘટાડા સાથે પેટ્રોલનાં ભાવ 88.64 છે તો ડિઝલમાં 12 પૈસાનો ઘટાડા સાથે 79.57 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે. ચેન્નાઈ (Chennai)માં પેટ્રોલમાં 8 પૈસનો ઘટાડો જોવા મળ્યો છે અને આજે 84.96નાં ભાવે તથા ડિઝલમાં 10 પૈસાનાં ઘટાડા સાથે 78.38 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે. બેંગલોર (Bangalore)માં પણ પેટ્રોલ ડિઝલનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 9 પૈસા પ્રતિ લીટરનાં ઘટાડા સાથે પેટ્રોલ 84.66 રૂપિયા પ્રતિ લીટર અને 12 પૈસાનાં ઘટાડા સાથે ડિઝલ 77.34 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે.

ગુજરાતનાં ચાર મોટા શહેરોમાં પેટ્રોલનાં ભાવ

પેટ્રોલ-ડિઝલનાં આજનાં ભાવ શું છે? સાથે જાણો સુરતમાં પેટ્રોલનાં ભાવ

સુરતમાં પેટ્રોલનાં ભાવ 79.47 રૂપિયા પ્રતિ લીટર છે તો ડિઝલ 78.71 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે. સુરતમાં છેલ્લા અમુક દિવસોમાં પેટ્રોલનાં ભાવ સ્થિર છે જ્યારે ડિઝલનાં ભાવમાં હલકો ઘટાડો જોવા મળ્યો હતો. વાદમાં પેટ્રોલનાં ભાવ 79.46, રાજકોટમાં 79.24 અને વડોદરામાં 79.13 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે જ્યારે અમદાવાદમાં ડિઝલ 78.68, રાજકોટમાં 78.48 અને વડોદરામાં ડિઝલનાં ભાવ 78.35 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યુ છે.

પેટ્રોલ-ડિઝલનાં આજનાં ભાવ શું છે? સાથે જાણો સુરતમાં પેટ્રોલનાં ભાવ

જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પ્રત્યેક દિવસે સવારે 6 વાગ્યે બદલવામાં આવે છે અને ઇંધનની કિંમત બદલાઈ જાય છે. તમામ રાજ્યોમાં વેટનાં દર (VAT rates in the states) જૂદા-જૂદા હોવાનો લીધે પેટ્રોલ-ડીઝલનાં ભાવ (Petrol-diesel prices) પણ જૂદા-જૂદા છે, જો પેટ્રોલ અને ડિઝલ મામલે ભાવ જાણવા હોય તો ઇન્ડિયન ઓઈલ (Indian Oil)નાં વેબસાઈટ મુજબ લોકો RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 પર એસએમએસ કરી શકે છે તથા વેબસાઈટથી પણ માહિતી મેળવી શકાય છે.

Related Posts