સુશાંતસિંહ રાજપુત વિશે હજુ શું જાણવાનું બાકી છે?

સુશાંતસિંહ(Sushant Singh)ની આત્મહત્યા(Suicide) પછી લોકોમાં તેના વિશે જાણવાની ઉત્સુક્તા એટલી બધી બધી ગઇ હતી કે તેના વિશે ઇન્ટરનેટ પર દોઢ હજાર ગણી શોધ વધી ગઇ. અત્યારે બોલિવુડના જે સમાચારો આવે છે એમાં ૯૯.૯૯ ટકા કોઇને કોઇ કારણથી સુશાંતસિંહ સાથે સંકલાયેલા હોય છે. અને તેના મોત પછી નેપોટિઝમ(Nepotism) પર એટલી બધી ચર્ચા વધી ગઇ છે કે ફિલ્મ-ટીવી(Film-TV) સાથે સંકળાયેલા બધા જ લોકો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા છે. એક અભિનેતા તરીકે જ નહીં એક વ્યક્તિ તરીકે સુશાંતસિંહના જીવનની એટલી બધી માહિતી આવી ગઇ છે કે હવે તેના વિશે કંઇ જાણવાનું બાકી જ ના રહ્યું હોય એમ લાગી શકે છે.

સુશાંતસિંહ  રાજપુત વિશે હજુ શું જાણવાનું બાકી છે?

અત્યાર સુધી એવા અહેવાલ હતા કે સુશાંતસિંહની થિયેટરમાં રજૂ થયેલ છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ રૂ.૧૦૦ કરોડની ક્લબમાં આવી હતી પરંતુ તેની પાસે ‘દિલ બેચારા’ સિવાય એકપણ ફિલ્મ ન હતી. હોલિવુડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન ઓવર સ્ટાર્સ’(The Fault in Over Stars) ની રીમેક ‘દિલ બેચારા’ ગયા વર્ષે રજૂ થવાની હતી. હજુ સુધી એ શક્ય બની શક્યું નથી. દોઢ વર્ષ પહેલાં તેણે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે મેં આ ફિલ્મ માટે નવલકથા ‘ધ ફોલ્ટ ઇન ઓવર સ્ટાર્સ’ વાંચી હતી. અને એ જ નામની ફિલ્મ પણ જોઇ હતી. મને આશા છે કે ફિલ્મ લોકોને બહુ પસંદ આવશે. એવું કહેવાય છે કે ‘દિલ બેચારા’ રજૂ થતી ન હતી અને ‘ડ્રાઇવ’ થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઇને નિષ્ફળ સાબિત થતાં તે હતાશ હતો.

સુશાંતસિંહ  રાજપુત વિશે હજુ શું જાણવાનું બાકી છે?

હવે નિર્માતા કમલ જૈન કહે છે કે સુશાંતસિંહની ત્રણ-ચાર ફિલ્મોની તૈયારી ચાલતી હતી. એમાંની એક ‘સર્પકાલ’ તો ઓસ્કાર વિજેતા રેસુલ પુકુટ્ટી(Oscar winner Resul Pukutty) બનાવવાના હતા. પોતાની કાર્કિર્દીમાં સુશાંતસિંહે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કેટલીક ફિલ્મો તે કરી શક્યો ન હતો. ‘આંખેં-૨’ અને ‘અંદાજ અપના અપના રીબૂટ’ માટે તેનું નામ ચર્ચાતું હતું. એ ફિલ્મો આગળ વધી ન હતી. શેખર કપૂરની રિતિક રોશન સાથે ‘પાની’ બનાવવાની ઇચ્છા પૂરી ન થતાં તે સુશાંતસિંહ સાથે વાત કરી રહ્યા હતા. એ શક્ય બન્યું ન હતું. સુશાંતસિંહ ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મ(Space Film) ‘ચંદા મામા દૂર કે’ કરવાનો હતો. એ માટે તેણે નાસાની મુલાકાત લીધી હતી. અને ત્યાં તાલીમ લીધી હતી. તેના ફોટા તેણે સોશિયલ મીડિયા(Social Media)માં મૂક્યા હતા.

સુશાંતસિંહ  રાજપુત વિશે હજુ શું જાણવાનું બાકી છે?

એટલું જ નહીં તેણે ચંદ્ર ઉપર જમીન ખરીદી હતી. પરંતુ ફિલ્મ ડબ્બામાં બંધ થઇ ગઇ હતી. ત્યારે નિર્માતાએ એવું કારણ આપ્યું હતું કે સુશાંતસિંહ બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તારીખો ફાળવી શકે એમ ન હતો. જે ફિલ્મ કરવા માટે સુશાંતસિંહ આટલી મહેનત કરતો હોય અને એમ કહી ચૂક્યો હોય કે આ ફિલ્મમાં હું મારું શ્રેષ્ઠ આપીશ ત્યારે તે તારીખો ન હોવાથી ના પાડી દે એ વાત આજે પણ કોઇના માનવામાં આવતી નથી. એ કેવું કહેવાય કે સુશાંતસિંહ કોઇને કોઇ કારણથી અનેક ફિલ્મો કરી શક્યો ન હતો ત્યારે હવે નિર્માતા વિજય શેખર ગુપ્તા તેના જીવન પરથી ‘સુસાઇડ ઔર મર્ડર?’ (Suicide or Murder?)નામની ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.-રાકેશ ઠક્કર

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts