રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ પછી ફ્રાન્સ કાર્ટૂન વિવાદ મામલે શું બોલી ગયા પીએમ મોદી ?

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) નાં ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ છે. સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પહોંચીને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) નાં જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી અને ત્યાર બાદ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડમાં ભાગ લીધો જેમાં બીએસએફ અને સીઆરપીએફ (BSF and CRPF) નાં જવાનો પણ શામેલ હતાં. રાષ્ટ્રીય એકતા પરેડ દિવસ બાદ પીએમ મોદીએ સિવિસ સર્વિસીસ પ્રોબેશનર્સને સંબોધિત કરતા જણાવ્યું કે આજે જે રીતે આપણો દેશ કોરોના મહામારી (Corona Pandemic) નો એકત્રિત થઈને સામનો કરી રહ્યા છે તેવી જ એકતાની કલ્પના સરદાર પટેલે પણ કરી હતી. આજે ભારત સારી પરિસ્થિતિમાં આવી રહ્યો છે અને એકસાથે આગળ વધી રહ્યો છે.

મોદીએ સિવિલ સર્વિસીસી પ્રોબેશનર્સને સંબોધિત કરતા જણાવ્યું કે સરદાર પટેલે દેશનાં સેંકડો રજવાડાઓને એકત્રિત કરીને, દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને સરદાર પટેલે હિન્દુસ્તાને હાલનો આકાર આપ્યો છે. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, કાશ્મીરમાં કલમ 370 હટાવીને એક વર્ષ થઈ ગયું છે. સોમનાથનાં પુર્નનિર્માણથી સરદાર પટેલને ભારતનાં સાંસ્કૃતિક ગૌરવ ફરી અપાવવા જે યજ્ઞ શરૂ કરવામાં આવ્યું હતુ તેનો વિસ્તાર દેશે અયોધ્યામાં પણ જોયું છે. વધુમાં પીએમએ પુલવામાં હુમલા (Pulwama Attack)ને દુખદ યાદો તાજા કરતા કહ્યું કે દેશનાં જે જવાનો શહિદ થયા હતા ત્યારે અમુક લોકો રાજનીતિ કરવામાં લાગેલા હતા તેવા લોકોને પણ દેશ નહીં ભૂલશે. તેમણે કહ્યું કે તે સમયે તમામ આરોપો ઝેલી રહ્યો હતો અને અભદ્ર ટિપ્પણીઓનો સામનો કર્યો છે અને મારા હ્દય પર ઘાવ થયો હતો પરંતુ જે રીતે પહોસી દેશે કબૂલાત કરી છે, જે રીતે ત્યાં સંસદમાં સત્યનો સ્વીકાર થયો છે તેને આ લોકોના અસલી ચહેરાઓ દેશનાં સામે લાવ્યા છે. પુલવામાં હુમલામાં કરવામાં આવેલી રાજનીતિ આનું મોટું ઉદાહરણ છે.

ફાન્સ મામલે વિશ્વમાં વિરોધ થઈ રહ્યા છે એવામાં મોદીએ અમુક દેશોને ટાંકીને જણાવ્યું કે, વિકાસનાં આ માર્ગ વચ્ચે, ઘણી એવી મુશ્કેલીઓ છે જેમનો સામનો ભારત અને સાથે સંપૂર્ણ વિશ્વ કરી રહ્યો છે. ગત થોડાક દિવસોમાં અનેક દેશોમાં જે હાલાત બન્યા છે તેમાં જે રીતે અમુક લોકો આતંકવાદનાં સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે જે આજે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે. વધુમાં કહ્યું કે, દુનિયાનાં તમામ દેશો, તમામ સરકારો, તમામ પંથો, આતંકવાદ સામે એકત્રિત થઈને લડવાની જરૂર છે, શાંતિ અને ભાઈચારો અને પરસ્પર આદરની ભાવના જ માનવતાની સાચી ઓળખ છે, આતંકવાદ અને હિંસાથી કોઈનું આજ સુધી ભલું થયું નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પહેલા દિવસે શુક્રવારે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અનેક પર્યટન સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ મોદી સૌ પ્રથમ ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના સંગીતકાર ભાઈ મહેશ કનોદિયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તથા આજે સાબરમતી રિવર ફ્રંટ સુધી સી પ્લેન સેવાનું પણ શુભાંરભ છે.

Related Posts