આ મહિને ભીમા કોરેગાંવ કેસમાં પ્રથમ ધરપકડને પાંચ વર્ષ પૂરાં થયાં છે. આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ફાધર સ્ટેન સ્વામીનો પણ સમાવેશ થાય છે, જેનું કસ્ટડીમાં મોત થયું હતું. તેમાંથી મોટા ભાગના હજી જેલમાં છે. આ કેસમાં કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી, જે બાબતે એમની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી કોઈ પણ એ હિંસા સાથે જોડાયેલા નથી. કોઈ કેસ જે કાયદાની જુલમી પ્રકૃતિનું ઉદાહરણ આપે કે જે સત્તાનો હેતુ નિર્દયતાપૂર્વક કેસ ચલાવવાનો નહીં પરંતુ લોકોને અનિશ્ચિત સમય માટે જેલમાં રાખવાનો હોય તે આ છે.
આ બહુ જરૂરી છે કે આપણે તેમને કે તેના હેઠળ જેલમાં બંધ લોકોને ભૂલી ન જઈએ. UAPA હેઠળના તમામ કેસોમાંથી 10% કરતાં ઓછા કેસનો અંત આવ્યો છે અને તમામ કેસોમાંથી માત્ર ચોથા ભાગના દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસના કિસ્સામાં, જેના પર રાજ્ય સામે યુદ્ધ છેડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમાં એકેડેમિકસ, પ્રોફેસર, વકીલ, કવિ અને એક્ટિવિસ્ટોનો સમાવેશ થાય છે. જે વ્યક્તિની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી તે કહે છે, હિંદુત્વ માટે એક ‘સામાન્ય’ નિયમનું પાલન કરે છે ‘જે હિંદુઓ માટે ઉપયોગી હોય તે કરવું; બાકી છોડી દેવું.’ તેની ફરિયાદ પછી, કેસમાં સરકારને ઉથલાવી દેવાના અને વડા પ્રધાનની હત્યાના પ્રયાસના આરોપો પણ ઉમેરવામાં આવ્યા.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની હાર થઈ ત્યારે પુણે પોલીસ પાસેથી કેસ છીનવી લેવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ શપથ લીધા. સરકારે મહારાષ્ટ્ર પોલીસને જણાવ્યું કે 24 જાન્યુઆરી 2020ના રોજ આ કેસ NIAને સોંપ્યો છે. આ પરથી કોઈ પણ અંદાજો લગાવી શકે છે કે ‘કોઈક’ શું ઈચ્છે છે! આ બધું સરકાર દ્વારા આરોપીઓ સાથે કરાયેલો દુર્વ્યવહાર છે. મિડિયા ફર્મ ન્યૂઝ લૉન્ડ્રીએ આવી બાબતોની એક લિસ્ટ બનાવી છે.
પાર્કિન્સનથી પીડિત સ્ટેન સ્વામીને જેલમાં અઠવાડિયા સુધી સ્ટ્રો વડે પાણી પીવાની મંજૂરી ન હતી. આર્થરાઈટીસથી પીડિત શોમા સેનને જેલમાં ઈન્ડિયન કોમોડનો ઉપયોગ કરી શકતી ન હતી. તેની દીકરી ચેર કમોડ લાવી પણ તેને પાછી મોકલી દેવાઈ. સુરેન્દ્ર ગાડલિંગે UAPA અને IT કાયદાઓ પરનાં પુસ્તકો વાંચવાં, તેની નોંધ લેવા થોડા કાગળ અને સ્વામી વિવેકાનંદનાં ચાર પુસ્તકો માંગ્યાં તો સરકારે આનો ભારપૂર્વક વિરોધ કર્યો, ફરિયાદીએ એમ પણ કહ્યું કે તેને ખબર નથી કે વિવેકાનંદનાં પુસ્તકો ભારતમાં બૅન છે કે નહીં.
અદાલતે મંજૂરી આપ્યા પછી પણ જેલ સત્તાવાળાઓએ ગાડલિંગને પુસ્તકો આપવાની મંજૂરી આપી ન હતી. કોર્ટના આદેશ છતાં તેને સ્વેટર નહોતું આપવામાં આવ્યું, માત્ર થર્મલ સ્વેટરને જ મંજૂરી છે અને ઊનના સ્વેટરને નહીં એમ કહેવામાં આવ્યું જ્યારે તેની પત્ની આખી બાંયનું થર્મલ સ્વેટર લાવી, ત્યારે ફક્ત હાફ-સ્લીવ સ્વેટર જ માન્ય હોવાનું કહી નામંજૂર કરવામાં આવ્યું.
સિત્તેર વર્ષના નવલખાઁના ચશ્માં જેલમાં ચોરાઈ ગયા. તેના ચશ્માં વગર દેખાતું નહીં છતાં ત્રણ દિવસ સુધી તેને ચશ્માં બદલવા માટે કૉલ કરવાની પરવાનગી આપવામાં ન આવી. તેના સાથીદારે ચશ્માં જેલમાં મોકલ્યા હતાં. તેમનાં ચશ્માં આવવાનાં છે તેની જાણ કરવામાં આવી હતી છતાં પણ જેલ અધિકારીઓએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો.
જ્યારે ગાડલિંગની માતાનું અવસાન થયું, ત્યારે તેણે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અરજી કરી. એ આધાર પર નકારી કાઢવામાં આવી કે તેની અરજીમાં ડેથ સર્ટીફિકેટ નથી, જેના વગર NIA નહીં સ્વીકારશે કે તેનાં માતાનું મૃત્યુ થયુ છે. લોકડાઉનના કારણે એ સર્ટીફિકેટ ન મળ્યું. જ્યારે સર્ટીફિકેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે NIAએ કહ્યું કે અંતિમ સંસ્કાર પહેલાં જ થઈ ગયા એટલે થોડા સમય પૂરતા બહાર જવા દેવાનું કોઈ કારણ નથી. જ્યારે ગાડલિંગે શોક સભામાં જવા માટે અરજી કરી ત્યારે એટલા માટે નામંજૂર કરવામાં આવી કારણ કે તેણે અરજી સાથે ‘શોક સભાની નકલ’ સબમિટ ન કરી.
જ્યારે સુધીર ધાવલેના ભાઈનું અવસાન થયું, ત્યારે તેણે અરજી સાથે દસ્તાવેજી પુરાવામાં અંતિમ સંસ્કાર પછી શોક સભાના કાર્ડ અને ડેથ સર્ટીફિકેટ આપ્યાં હતાં. આ અરજી ફક્ત ગુનો ‘ગંભીર’ હોવાથી જામીન આપી શકાય તેમ નથી એ આધાર પર ફગાવી દેવામાં આવી. મહેશ રાઉત જેલમાં અંડરટ્રાયલ હતો ત્યારે તેની બહેનનાં લગ્ન થયાં હતાં. જ્યારે મે 2021 માં વર્નોન ગોન્સાલ્વિસની માતાનું અવસાન થયું, ત્યારે તેણે તેના પરિવારને જામીન મેળવવા ખોટી ઉપાધિ ન કરવા કહ્યું.
ફેબ્રુઆરી 2021માં, વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે રોના વિલ્સનના લેપટોપમાં પોલીસને જે ‘પત્રો’ મળી આવ્યા તે બનાવટી હતા. એક સ્વતંત્ર રીપોર્ટ્સમાં જાણવા મળ્યું કે કોમ્પ્યુટરમાં માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ ‘પત્રો’ જેમાં મોદીની કથિત હત્યાના પત્રનો પણ સમાવેશ થાય છે, તે માઇક્રોસોફ્ટ વર્ડના નવા વર્ઝનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા જે વિલ્સનના કમ્પ્યુટરમાં હતું જ નહીં. એવા કોઈ પુરાવા નથી જે 2021 એપ્રિલમાં ક્યારેય આ ડોક્યુમેન્ટસ અથવા હિડન ફોલ્ડર ખોલવામાં આવ્યા હોઈ. અગ્રણી ફર્મે ડિજિટલ ફોરેન્સિક્સમાં જણાવ્યું કે તેની પાસે વિલ્સનનું કમ્પ્યુટર હેક થયું હોવાના ‘મજબૂત’ પુરાવા છે. ભીમા-કોરેગાંવ હિંસાના 11 દિવસ બાદ 11 જાન્યુઆરી 2018ના રોજ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બધું હોવા છતાં મોટા ભાગના આરોપીઓ જેલમાં છે. ભીમા કોરેગાંવ કેસ એ એકમાત્ર દાખલો નથી કે સરકાર કાયદાનો દુરુપયોગ કરીને વિરોધીઓને હેરાન કરે છે. ભાજપ ભારત સાથે જે કરી રહ્યું છે તેની સામે સૌથી જોરદાર અવાજ ઉઠાવવા બદલ ઉમર ખાલિદે 1000 થી વધુ દિવસો જેલમાં વિતાવ્યા છે. અલબત્ત લઘુમતીઓ, ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાં લોકો હંમેશા રાજ્યની ક્રૂરતાનો ભોગ બનતા હોય છે.
આ વિવાદ નથી પણ ભીમા કોરેગાંવ સાંકેતિક છે. તે ઉદાહરણ છે કે ભારતમાં અત્યાચાર સામે અવાજ ઉઠાવનારાં લોકો જેઓ નબળાં અને છૂટાછવાયા માટે ઊભા છે, સરકાર તેની સામે શું કરી શકે છે અને આ કારણોસર જ તેઓને રાજ્યના દુશ્મન તરીકે જોવામાં આવે છે અને જ્યાં સુધી સરકારથી શક્ય હોય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવે. ત્યાર સુધી આપણે લોકો રાજ્યના ગેરકાનૂની વર્તન સામે બોલતા નથી. જ્યાં સુધી આપણે તેના ભોગ બનેલાં લોકોને ભૂલી જઈશું, ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેશે. ભીમા કોરેગાંવ અને આ 16 ક્યારેય ભૂલવા ન જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.