કોરોનાના કેસો વધતાં ગીર સોમનાથના ઉનામાં હવે સ્વૈચ્છીક લૌકડાઉન

ગાંધીનગર: રાજયમાં છેલ્લા એક સપ્તાહથી 900 કરતાં વધુ કોરોના પોઝિટિવ (Corona positive) કેસો નોંધાઈ રહ્યા છે, જેના પગલે સુરત ( Surat )માં અને ઉત્તર ગુજરાતમાં વેપારીઓ દ્વ્રારા હવે સ્વૈચ્છીક લોકડાઉન ( Voluntary lockdown) કરવામાં આવી રહ્યું છે. રવિવારે ગીર સોમનાથ ( Gir Somnath ) માં સ્થાનિક વેપારી મહાજન દ્વારા આગામી તા.21મીથી 25 જુલાઈ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન ( Lockdown )પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરમાં નક્કી કરેલા દિવસો દરમ્યાન લોકડાઉનની સાથે જનતા કફર્યુ ( Janata Kafaryu ) અમલમાં રહેશે.

કોરોનાના કેસો વધતાં ગીર સોમનાથના ઉનામાં હવે સ્વૈચ્છીક લૌકડાઉન


વેપારી એસો.ના સૂત્રોના જણાવ્યા અનુસાર કરિયાણું, શાકભાજી, દૂધ, દવાઓ, ઈમરજન્સી સર્વિસ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ઉનામાં લોકો ખરીદ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવા ઉપરાંત માસ્ક (Mask) પણ નહીં પહેરતા હોવાની વિગતો બહાર આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ઊંઝા ખાતે પણ વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન અમલ કરી રહ્યા છે, જેથી કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.

Related Posts