વિશ્વનું સૌથી મોટું બ્રાંડિંગ એકીકરણ Vodafone-Idea, હવે ‘Vi’ના નામથી ઓળખાશે

ટેલિકૉમ કંપની વોડાફોન આઈડિયાએ (Vodafone Idea) આજે તેમની રિબ્રાન્ડિંગની ઘોષણા કરી છે. આ કંપનીને હવે Vi ના નામથી ઓળખવામાં આવશે. આ કંપનીના માલિકાના અધિકાર બ્રિટેનની વોડાફોન અને આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group) પાસે છે. 2018માં બંને કંપનીઓ એકબીજા સાથે જોડાયા હતા અને વોડાફોન આઈડિયા નામથી કંપની અસ્તિત્વમાં આવી હતી. આમાં V વોડાફોન અને i આઈડિયા માટે છે. આજે એક નવી બ્રાન્ડિંગની ઘોષણા કરતા કંપનીએ કહ્યું કે આ બે બ્રાન્ડનું જોડાણ દુનિયાનું હાલ સુધીનું સૌથી મોટું ટેલિકૉમ ઇન્ટિગ્રેશન છે. આ સાથે જ કંપનીએ હવે ટેરિફમાં પણ વધારો કરવાના સંકેતો આપ્યા છે.

વિશ્વનું સૌથી મોટું બ્રાંડિંગ એકીકરણ Vodafone-Idea, હવે 'Vi'ના નામથી ઓળખાશે

કંપનીના સીઈઓ (CEO) રવિન્દર ટક્કરે નવા બ્રાન્ડને લૉન્ચ કરતા કહ્યું કે, વોડાફોન આઈડિયાનું જોડાણ બે વર્ષ પહેલા થયું હતું. અમે ત્યારના બે મોટા નેટવર્ક, અમારો લોગો અને પ્રોસેસના એકીકરણની દિશામાં કામ કરી રહ્યા હતા. આજે Vi બ્રાન્ડને રજુ કરતા મને ખુબ જ ખુશી થઇ રહી છે. કંપનીના સીઈઓએ કહ્યું કે આ મહત્વનું પગલું છે. આની સાથે જ એકીકરણની પ્રક્રિયા સમાપ્ત થઇ ગઈ છે.

ટૈરીફમાં વધારો કરવાના સંકેત આપ્યા

રવિન્દર અનુસાર, કંપની પહેલા પગલાના રૂપમાં ટૈરીફમાં વધારો કરવા માટે તૈયાર છે. નવા ટૈરીફથી કંપનીને એઆરપીયું (ARPU) સુધારવામાં મદદ મળશે. તે હજુ પણ 114 રૂપિયા છે જયારે એરટેલ અને જિયોનું એઆરપીયું લગભગ: 157 રૂપિયા અને 140 રૂપિયા છે.

વિશ્વનું સૌથી મોટું બ્રાંડિંગ એકીકરણ Vodafone-Idea, હવે 'Vi'ના નામથી ઓળખાશે

25,000 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને કંપનીના બોર્ડે આપી મંજૂરી

કંપનીના બોર્ડે હાલમાં જ ઇકવીટી શેર જારી કરી અથવા ગ્લોબલ ડિપોઝિટરી રસીદ, અમેરિકન ડિપોઝિટરી રસીદ, ફૉરેન કરેંસી બોન્ડ્સ, કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા 25000 કરોડ રૂપિયા એકત્રિત કરવાના પ્રસ્તાવની મંજૂરી આપી છે. આનાથી રોકડ તંગીમાં ફસાયેલી કંપનીને નોંધપાત્ર રાહત મળે તેવી અપેક્ષા છે. કંપનીના સબસ્ક્રાઇબરની સંખ્યામાં લગાતાર ઘટાડો થઇ રહ્યો છે. સાથે તેના ‘એવરેજ રેવન્યુ પર યુઝર’ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીને એજીઆરના રૂપમાં સરકારને રૂ .50,000 કરોડ ચૂકવવાના છે.

Related Posts