Entertainment

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે પહોંચ્યા વૃંદાવન, આશ્રમની મુલાકાતનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેના પતિ વિરાટ કોહલી (Virat Kohli) ફેશનની દુનિયામાં આગળ હોવાની સાથે સાથે ઘણા સ્પિરિટયુઅલ (spiritual) પણ છે. ઘણી વખત વિરાટ-અનુષ્કા આધ્યાત્મિક પ્રવાસ પર સાથે જોવા મળે છે. ત્યારે વિરાટ અને અનુષ્કા તેમની પુત્રી વામિકા (Vamika) સાથે 2 દિવસના સ્પિરિટ્યુઅલ પ્રવાસ પર વૃંદાવન (Vrindavan) ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે રમણ રેતી માર્ગ કેલી કુંજ ખાતે હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ પાસે પહોંચ્યા હતા. બંને ત્યાં લગભગ 45 મિનિટ રોકાયા અને વિરાટ કોહલીએ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચાઓ પણ કરી હતી. આ સાથે જ બંનેએ મહારાજના આશીર્વાદ લીધા હતા. તમામ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ-અનુષ્કાનો વીડિયો વાયરલ
ગુરુવારે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે નીમ કરોલી બાબાના આશ્રમ અને સમાધિની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મા આનંદમાઈ પણ માના આશ્રમમાં ગયા હતો. આ સાથે જ સાંજે 4 વાગ્યે વૃંદાવનના પવન હંસ હેલિપેડથી ખાનગી હેલિકોપ્ટરમાં દિલ્હી જવા રવાના થયા હતા. વૃંદાવનમાં કપલની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તેમની પુત્રી સાથે હાથ જોડીને બેઠા છે. વિરાટ-અનુષ્કાની ક્યૂટ દીકરી વામિકાને જોઈને ચાહકોનું દિલ ખુશ થઈ ગયું છે. જોકે, વીડિયોમાં વામિકાના ચહેરાને છુપાવવામાં આવ્યો છે. પરંતુ વીડિયોમાં વામિકાની ક્યૂટ અને તોફાની હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે.

વીડિયોમાં જોઈએ શકીએ તેમ અનુષ્કા અને વિરાટ હાથ જોડીને ઉભા છે. અનુષ્કાએ સફેદ સૂટ, બ્લેક જેકેટ, સફેદ કેપ, ફ્લોરલ સ્કાર્ફ પહેર્યો છે. વિરાટ કોહલીએ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ અને ટ્રાઉઝર પહેર્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વામિકા તેની માતા અનુષ્કાના ખોળામાં બેઠી છે. સ્વામીજી આવે છે અને અનુષ્કાને ચુન્ની પહેરાવે છે અને વામિકાના ગળામાં માળા પહેરાવે છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. વિરાટ અને અનુષ્કાએ દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. અભિનેત્રીની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા ક્રિકેટર બની છે. અનુષ્કા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. અનુષ્કાને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ચાહકો આતુર છે. ફિલ્મોમાંથી બ્રેક લઈને અનુષ્કા શર્મા પારિવારિક જીવન અને પ્રોડક્શનના કામમાં વ્યસ્ત રહી. વિરાટ સાથેની તેની દરેક તસવીર ચાહકોમાં વાયરલ થાય છે.

Most Popular

To Top