ધાર્મિક જડતાના શિકાર ‘ઇરરીવોકેબલ’ લોકો

અંગ્રેજી અક્ષર irrevocableનો અર્થ થાય છે કદી બદલી ન શકાય તેવું. મોટે ભાગે વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેની માહિતી હોય છે. દા.ત. ઇરટીવોકેબલ પાવર ઓફ એટર્ની, કે ઇરરીવોકેબલ કોન્ટ્રાકટ વગેરે… દુનિયામાં ઘણા લોકોની માનસિકતા આવી ઇરરીવોકેબલ જ હોય છે. ધર્મ-સંપ્રદાય, ઇશ્વર-અલ્લાહ, પરંપરા વગેરે બાબતોની માન્યતા ઘણા લોકોમાં વર્ષોથી ઇરરીવોકેબલ કક્ષાએ જ હોય છે. આ લખનાર પણ એક જમાનામાં આવી જ માન્યતા ધરાવતો હતો. પરંતુ થોડુ વાંચન અને કેટલાક મહાનુભાવોના સંપર્ક પછી જડ થઇ ગયેલી માન્યતાઓ બદલાય ગઇ. જેને આપણે ઓપન માઇન્ડ કહીએ છીએ એવી સમજણથી આ જડતા દૂર થઇ શકે છે. કોરોનાની મહામારી પછી હજુપણ કેટલાય લોકો ધર્મ-ઇશ્વર પ્રત્યેની આસ્થામાં ફેરફાર કરી વાસ્તવિકતા સ્વીકારવા જેટલા ઓપન માઇન્ડેડ થયા નથી. આ મહામારીએ ખુદ ભગવાન-અલ્લાહના દ્વારો બંધ કરી દીધા. પૂજા-અર્ચના, નમાઝ-બંદગી બધુ મંદિર-મસ્જીદ વગર ઘરે કે ઓનલાઇન થઇ ગયું. ધર્મ કે ઇશ્વર-અલ્લાહ આ મહામારીમાંથી કોઇને ઉગારી શકયું નથી. કે ઉગારી શકે પણ નહીં. એવી સામાન્ય સમજ હજુ અંધશ્રધ્ધાળુ લોકોમાં આવતી નથી. એકની એક વર્ષો જુની દલીલો દ્વારા ધર્મનો બચાવ કર્યા કરવો, તર્ક કે કોમન સેન્સથી કોઇ વાત ગળે ઉતારવી જ નહીં. એવી જડતાના શિકાર થયેલા લોકો ‘ઇરરીવોકેબલ’ કક્ષામાં આવે છે. આવી અનેક મહામારીમાંથી બચવા કોઇઆશાનું કિરણ હોય તો એ ‘વિજ્ઞાન’ છે એવુ હવે તો સ્વીકારવામાં કોઇ નાનમ ન રાખવી જોઇએ.

સુરત              – વિજય ભગત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts