) નસવાડી, તા.24
નસવાડી કલેડીયા રોડ ઉપર મોટા મોટા ગાબડાં પડતા વાહનચાલકો હેરાન પરેશાન પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાડા પુરવા વારંવાર રજૂઆત કરવા છતાંય અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં રસ્તા ઉપર ખાડા હોવાથી વાહનચાલકો ખાડામાં અનેકવાર પટકાતા વાહનોને ભારે નુકસાન જયારે અનેકવાર અકસ્માતોની ઘટનાઓ.
નસવાડી થી કલેડીયા 2 કિલોમીટર જેટલો માર્ગ ખખળજ હાલતમાં હોવાના લીધે વાહનચાલકોને હેરાન થવાનો વાળો આવે છે જયારે આ રસ્તો નર્મદા જિલ્લાનાં ગામોને પણ જોડતો રસ્તો છે જયારે બનેવ જિલ્લાની હદ વચ્ચે આ રસ્તો આવેલો છે અને બોડેલી અને સંખેડા તાલુકાના ગામોને પણ જોડતો રસ્તો છે આ રોડ ઉપર થી હજારો વાહનો રોજ પસાર થાય છે જયારે આ રોડ સાકડો છે અને રોડ ઉપર મોટા મોટા ખાડા છે જેથી વાહનચાલકો હેરાન પરેશાન થાય છે જયારે વાહનો આ રોડ ઉપર થી પસાર થાય છે ત્યારે લાંબો સમય વિતી જાય છે જયારે આ રસ્તા ખખળજ હોવાથી વાહનો ખાડામાં પટકાઈ જેનાથી વાહનોને ભારે નુકશાન થતું હોય છે વાહનોમાં સ્પેરસ્પાર્ટ તુટી જતાં હોય છે જયારે આ રસ્તા ઉપર લિન્ડા મોડેલ સ્કૂલ આવેલી છે જેના બાળકો આ રસ્તા ઉપર થી બસમાં બેસી અભ્યાસ કરવા જાય છે જેથી બસ ચાલકો પણ આ ખખળજ રસ્તા થી હેરાન પરેશાન થઈ ગયા છે જયારે બાળકોની ભરેલી બસ આ રસ્તા ઉપર ગમે ત્યારે પલટી મારે તેવો ભય રહેલો છે જયારે રાત્રીના સમયે આ રસ્તા ઉપર થી પસાર થવું મુશ્કેલ બને છે અનેક વાર અકસ્માતો થયા છે આ રસ્તાનો ડામર અને કપચી નો માલ પણ ઉખડી ગયો છે.
નસવાડી કલેડીયા રોડ ઉપર ગાબડાં પડતા વાહન ચાલકો હેરાન પરેશાન
By
Posted on