Dakshin Gujarat

વલસાડમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ લગાવી ટેરેસ પરથી મોતની છલાંગ

વલસાડ : વલસાડમાં (Valsad) નીટ આપ્યા બાદ હતાશ થયેલા કિશોરના આપઘાતની (Suiside) ઘટના બાદ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં અભ્યાસ (Study) કરતા ધો.9 ના વિદ્યાર્થીએ (Student) બીજા જ દિવસે બિલ્ડીંગ પરથી કુદી આત્મહત્યા કરી છે. તે બે દિવસથી સ્કૂલે (School) જતો ન હતો. વિદ્યાર્થીને તેની માતાએ (Mother) સ્કૂલે જવાનું કહેતા તેણે આ આંત્યિક પગલું ભર્યું હતુ. ઘટના બાદ તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કૈલાસ રોડ શેઠિયા નગરમાં રહેતો અને અબ્રામા બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં ધો.9માં અભ્યાસ કરતો જૈસન ભીખુભાઇ પટેલ (ઉવ.15) બે દિવસથી સ્કૂલે જતો ન હતો. જેને સ્કૂલે જવા માટે તેના માતાએ સમજાવ્યો હતો, પરંતુ તે સ્કૂલે ગયો ન હતો. સ્કૂલે જવાનું કહેતા તેને માઠું લાગી આવ્યું અને તેણે શેઠિયા નગર સ્થિત તેના ઋષિકેષ એપાર્ટમેન્ટની છત પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતુ. આ ઘટના બાદ તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ ઘટના સંદર્ભે સિટી પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થી મોબાઇલમાં સતત ગેમ રમતો હતો
વલસાડમાં સતત બીજા દિવસે વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે. જૈસન બે દિવસથી સતત મોબાઇલમાં ગેમ રમતો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે, આ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે. સ્કૂલમાં તે જવા માટે કેમ ના પાડતો હતો, એ સંદર્ભે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ દિશામાં પણ તપાસ થાય એ જરૂરી બન્યું છે.

સોનગઢના દોણ ગામે કારચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇકસવાર બે યુવકનાં મોત
વ્યારા: સોનગઢથી ઓટા તરફ જતા રોડ દોણ ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કારે મોટરસાઇક્લને પાછળથી ટક્કર મારતાં બાઇક ઉપર સવાર સોનગઢના આમલગુંડી ગામના બે યુવાનનાં ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ મોતને ભેટેલા બંને યુવક એક જ ગામના હોવાથી આમલગુંડી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
આમલગુંડી ગામે રોણી ફળિયાના વિજય રમેશ ગામીત (ઉં.વ.૨૭) અને તેનો મિત્ર દીપક જમા ગામીત ગત તા.૧૯મી જુલાઈએ રાત્રે આશરે ૯ વાગ્યાના અરસામાં સોનગઢથી ઓટા તરફ જતા રોડ પર દોણ ગામેથી મોટરસાઇકલ નં.(જીજે ૨૬ જે ૯૮૯૬) ઉપર જઈ રહ્યા હતા. એ સમયે પાછળથી પૂરઝડપે આવતાં જીજે ૦૫ જેપી ૦૬૯૦ના કારચાલકે આગળ જતી બાઇકને અડફેટે લેતાં મોટરસાઇકલ પર સવાર વિજય ગામીત અને દીપક ગામીતને માથા તથા શરીર પર ગંભીર ઇજા થઇ હતી.

સોનગઢથી ઓટા તરફ જતા રોડ દોણ ગામ પાસે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એવો ભયાનક થયો હતો કે જેમાં આ મોટરસાઇકલ કારના બોનેટ સાથે ભેરવાઈ ગઈ હતી. તેથી કારને ઘટનાં સ્થળે જ મૂકી કારચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માત કરી ફરાર થયેલા કારચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top