વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ત્રણ સગર્ભાની સફળ ડિલીવરી

વલસાડ : વલસાડ (Valsaad) જિલ્લામાં પણ કોરોના સંક્રમણ (Corona Crisis) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. જેમાં સગર્ભા (pregnant) ઓ પણ બાકાત રહી નથી. વલસાડની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 9 સગર્ભાઓને દાખલ કરવામાં આવી હતી. સિવિલના ગાયનેક ડૉક્‍ટરોએ કોરોના પોઝિટિવ 9 ગર્ભવતી પૈકી ત્રણ સગર્ભા મહિલાઓનું સફળ સિઝેરિયન (Caesarean section) ઓપરેશન કરી તેમના બાળકોને જન્‍મ અપાવ્‍યો છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ત્રણ સગર્ભાની સફળ ડિલીવરી

ત્રણેય કોરોના પોઝિટિવના બાળકોને આઇસોલેશન (isolation) માં સ્‍વસ્‍થ રાખી તેમની માતાને પણ સારી કરી તેમના ઘરે સહીસલામત રીતે મોકલી છે.વલસાડની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના માટેના સ્‍પેશ્‍યલ કોવિડ- 19 વોર્ડમાં દાખલ થયેલી મહિલાઓ પૈકી 9 મહિલાઓ ગર્ભવતી હતી. આ ગર્ભવતી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓના છેલ્લા મહિના ચાલતા હોય, સિવિલના ગાયનેકોલોજી ડિપાર્ટમેન્‍ટના હેડ ડૉ. પ્રતિભા ચૌધરી (Dr. Prathibha Chaudhary) એ આ ત્રણેય મહિલાઓની સફળતાપૂર્વક સિઝેરિયન ડિલિવરી કરાવી છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ત્રણ સગર્ભાની સફળ ડિલીવરી

ત્રણ કેસ પૈકી વાપીની એક મહિલા તો ખૂબ જ ગંભીર સ્‍થિતિમાં સિવિલમાં આવી હતી. તેના પ્‍લેટલેટ ઘટીને 41 હજાર થઇ ગયા હતા. તેમને લોહી અને પ્‍લાઝમાં (plasma) ચઢાવી તેમના પ્‍લેટલેટ (platelet) વધારી તેમને પણ સિવિલમાં યોગ્‍ય સારવાર આપી ડિલિવરી કરાવી હતી. હાલ આ મહિલા અને તેનું સંતાન પણ ખૂબ સ્‍વસ્‍થ છે. વલસાડ સિવિલમાં આવતા ઇન્‍ફન્‍ટ બેબીથી લઇ બાળકોનું પણ પૂરતું ધ્‍યાન રાખવામાં આવી રહ્યું છે. વલસાડ સિવિલના કોવિડ વોર્ડમાં ફિઝીશ્‍યન ઉપરાંત ગાયનેકોલોજીસ્‍ટ અને પિડયાટ્રીશ્‍યન (pediatrician) પણ ખાસ ફરજ બજાવી રહ્યા છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ત્રણ સગર્ભાની સફળ ડિલીવરી

આ અગાઉ સુરતમાં 17 જુલાઇએ લિંબાયત (Limbayat) ની ગરીબ પરિવારની સગર્ભા મહિલા (pregnant woman) ને કોરોના પોઝિટિવ (Covid-19 Positive) આવ્યો હતો. આ સાથે જ તેણીને પ્રસૂતિનો દુખાવો થયો હતો અને તેને ખેંચ (seizures) ની બીમારી હતી. તેમ છતાં પણ ડોક્ટરોની હિંમતને લઇ કોરોના પોઝિટિવ મહિલાએ એક સ્વસ્થ બાળક (healthy baby) ને જન્મ આપ્યો હતો. આ સાથે જ મહિલાના પતિએ સ્મીમેર (SMIMER Hospital) ના ડોક્ટરોની કામગીરીને બિરદાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડો.પ્રિયંકા પટેલે (Assistant Professor in Gynecology Department) જણાવ્યું હતું કે, લિંબાયત વિસ્તારમાંથી 10 જુલાઇએ બપોરે લિંબાયતનો માંજરેકર પરિવાર સગર્ભા નિશાબેનને લઈ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યો હતો. આ સમયે લેબર પેઈન (labor pain) સાથે એમની હાલત અત્યંત ગંભીર હતી.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ત્રણ સગર્ભાની સફળ ડિલીવરી

સગર્ભા મહિલાને ખેંચની પણ સમસ્યા હતી. જેથી તેને તાત્કાલિક દાખલ કરી રેપિડ એન્ટીજેન (rapid antigen) માં કોરોના રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યાં હતાં. જેથી તેમને આઇસોલેશન વોર્ડ (isolation ward) માં શિફ્ટ કરી સારવાર આપવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં દર્દીના મગજમાં હેમરેજ (brain hemorrhage) , કોમા (Coma) માં જવાની શક્યતા વધી જાય છે અને દર્દીનું મોત પણ થઇ શકે છે. સગર્ભા મહિલાનું સિઝેરિયન કરવું જરૂરી હતું. સફળ પ્રસૂતિ થઈ ગયા બાદ અચાનક મહિલાને ખેંચ આવી ગઈ હતી. જેથી બાળકને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. અને ખેંચની સારવાર શરૂ કરી પ્રસૂતાને ખેંચનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જો કે પછી તેમની હાલત સ્વસ્થ હતી.

Related Posts